કરોડોની સંસદમાં પાણી ટપક્યું, VIDEO:એક વર્ષ પહેલાં જ ઉદ્ઘાટન કરેલી નવી બિલ્ડિંગમાં લીકેજ, વિપક્ષે કહ્યું- ‘પેપર લીકેજ આઉટસાઈડ, વોટર લીકેજ ઈનસાઈડ…’
તમિલનાડુની વિરુધુનગર લોકસભા સીટના કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોર દ્વારા પોસ્ટ કરવામાં આવેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. શેર કરવામાં આવેલા વીડિયોમાં સંસદની નવી ઇમારતની અંદર પાણી લીકેજ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે છતમાંથી પાણી લીક થઈ રહ્યું છે અને પાણીને ફેલાતા અટકાવવા માટે ફ્લોર પર ડોલ મૂકવામાં આવી છે. 'પેપર લીકેજ આઉટસાઈડ, વોટર લીકેજ ઈનસાઈડ...'
કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, 'પેપર લીકેજ આઉટસાઈડ, વોટર લીકેજ ઈનસાઈડ'. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા સંસદની લોબીમાં પાણી લીકેજ, નવું ભવન હવામાન સંબંધિત સમસ્યાઓને પ્રકાશિત કરે છે, જે નિર્માણ પૂરું થયાને માત્ર ટૂંક સમયમાં જ સામે આવી છે. આ મુદ્દા પર લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતાએ વીડિયો પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટના પર વિવિધ કોમેન્ટ કરી રહ્યા છે. 'નવી સંસદ કરતાં વધુ સારી તો...'
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, "જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. જ્યાં સુધી અબજો રૂપિયાની બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલુ છે ત્યાં સુધી જૂની સંસદમાં જતું રહેવું જોઈએ. અખિલેશે વધુમાં કહ્યું કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકાર હેઠળ બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમણે સમજી-વિચારીને બનાવેલી ડિઝાઈનને ભાગ હોય છે કે પછી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.