જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો:ભારતની સરહદમાં ઘુસી રહ્યો હતો; રાજૌરીમાં આતંકવાદીના ઠેકાણામાંથી હથિયાર મળી આવ્યા - At This Time

જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો:ભારતની સરહદમાં ઘુસી રહ્યો હતો; રાજૌરીમાં આતંકવાદીના ઠેકાણામાંથી હથિયાર મળી આવ્યા


જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં ભારત-પાકિસ્તાન સરહદ પર BSF જવાનોએ એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. આર્મી અધિકારીઓએ ગુરુવારે (1 ઓગસ્ટ) જણાવ્યું હતું કે ઘૂસણખોરને બુધવારે રાત્રે 11 વાગ્યે ખોરા પોસ્ટ નજીક ભારતીય સરહદમાં ઘુસતા જોયો હતો. BSF જવાનોની ચેતવણી બાદ પણ ઘુસણખોર રોકાયો નહીં, ત્યારપછી ફાયરિંગમાં તે માર્યો ગયો. સુરક્ષા અધિકારીએ કહ્યું કે ઘુસણખોર ભારત-પાકિસ્તાન સરહદની ઝીરો લાઈન પાર કરી રહ્યો હતો, જે સરહદ પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું. ઘુસણખોરની ઓળખ અને હેતુ જાણી શકાયો નથી. અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પોલીસ અને સેનાએ રાજૌરી જિલ્લાના કાલાકોટ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશનમાં આતંકવાદીના છુપાયેલા ઠેકાણા શોધી કાઢ્યા છે. રાતભર ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં એક AK રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા હતા. પુંછમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ
રાષ્ટ્રીય રાઈફલ્સના રોમિયો ફોર્સે મંગળવારે (30 જુલાઈ) પૂંછ જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. આતંકી પાસેથી એક વિદેશી પિસ્તોલ પણ મળી આવી છે. પાકિસ્તાનમાં એક્ટિવ એક વોટ્સએપ નંબર પણ મળી આવ્યો છે, જેના દ્વારા એક હેન્ડલર મોહમ્મદ ખલીલને કામ સોંપી રહ્યો હતો. આરોપી પોલીસ કસ્ટડીમાં છે અને વધુ તપાસ હાથ ધરી છે. 3 દિવસ પહેલા કુપવાડામાં પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો
જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં માછિલ સેક્ટર પાસેના જંગલ વિસ્તારમાં શનિવારે (27 જુલાઈ) એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો. એન્કાઉન્ટરમાં રાઈફલમેન મોહિત રાઠોડ શહીદ થયા હતા અને મેજર સહિત 4 જવાન ઘાયલ થયા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સંરક્ષણ વિભાગના સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમ (BAT) આતંકવાદીઓની ઘૂસણખોરી કરી રહી હતી. BAT અને પાકિસ્તાની આર્મીના જવાનો સાથે SSG કમાન્ડો આતંકવાદી સંગઠનો સાથે મળીને આતંકીઓને કાશ્મીર મોકલી રહ્યા હતા. જમ્મુમાં જૈશ અને લશ્કરનું 20 વર્ષ જૂનું નેટવર્ક સક્રિય
જમ્મુ ક્ષેત્રમાં, પાકિસ્તાન તરફી આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાનું સ્થાનિક નેટવર્ક, જેને 20 વર્ષ પહેલાં સેના દ્વારા સખત રીતે નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું, તે ફરીથી સંપૂર્ણ તાકાત સાથે સક્રિય થયું છે. પહેલા આ લોકો આતંકવાદીઓનો સામાન લઈ જતા હતા, હવે તેઓ ગામડાઓમાં જ તેમને હથિયારો, દારૂગોળો અને ખાવા-પીવાની વસ્તુઓ પૂરી પાડી રહ્યા છે. હાલમાં અટકાયત કરાયેલા 25 શકમંદોએ પૂછપરછ દરમિયાન કડીઓ આપી છે. આ નેટવર્ક 10માંથી નવ જિલ્લાઓજમ્મુ, રાજૌરી, પૂંછ, રિયાસી, ઉધમપુર, કઠુઆ, ડોડા, કિશ્તવાડ, જમ્મુ અને રામબનમાં ચાલી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડીજીપી એસપી વૈદ્યના જણાવ્યા અનુસાર, કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન આર્મી અને આઈએસઆઈએ જમ્મુને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું. તેમણે બે વર્ષમાં આ નેટવર્ક સક્રિય કર્યું. તેમની મદદથી આતંકવાદીઓએ 2020માં પૂંછ અને રાજૌરીમાં સેના પર મોટા હુમલા કર્યા હતા. ત્યારબાદ ઉધમપુર, રિયાસી, ડોડા અને કઠુઆને નિશાન બનાવવામાં આવ્યા હતા. 2020માં જમ્મુમાંથી સેનાને હટાવીને લદ્દાખ મોકલવામાં આવી, આતંકવાદીઓ માટે આ એક મોકો બની ગયો
2020 સુધી જમ્મુ ક્ષેત્રમાં ઘણા બધા સુરક્ષા દળો તહેનાત હતા. જો કે, ગલવાન ઘટના પછી, ચીનના આક્રમણનો જવાબ આપવા માટે અહીંની સેનાને હટાવીને લદ્દાખ મોકલવામાં આવી હતી. આતંકવાદીઓએ ભારતના આ પગલાને તક તરીકે ઉઠાવી લીધો અને તેના આદારે કાશ્મીરથી જમ્મુમાં પોતાનો અડ્ડો શિફ્ટ કર્યો હતો. તેમનું જૂનું લોકલ નેટવર્ક પહેલેથી જ હતું, જેને એક્ટિવેટ કરવાનું હતું. એવું જ થયું છે. જમ્મુમાં આતંકવાદી ઘટનાઓ સાંપ્રદાયિક રંગ પણ લઈ શકે છે. કાશ્મીરની સરખામણીમાં અહીં વસ્તીની ગીચતા ઓછી છે અને રોડ કનેક્ટિવિટી મર્યાદિત છે. મોટો વિસ્તાર પહાડી છે તેથી અહીં આતંકવાદીઓને ઠાર કરવામાં સમય લાગી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.