હમાસ ચીફ હનિયાહની તેહરાનમાં અંતિમ યાત્રા:પાર્થિવ દેહને દર્શન માટે રાખવામાં આવશે; ઈરાને સીધો હુમલો કરવાનો આદેશ આપ્યો
બુધવારે ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હમાસ ચીફ હાનિયાની આજે તેહરાનમાં દફનવિધી કરવામાં આવશે. હાનિયાના પાર્થિવ દેહને અહીં દર્શન માટે રાખવામાં આવશે. હમાસ ચીફને જાહેર જનતાની સામે સત્તાવાર રીતે અંતિમ વિદાય આપવામાં આવશે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીએ હાનિયાના મૃતદેહ પાસે ઈસ્લામિક નમાજ અદા કરશે. ઈરાનમાં તેનું સામાન્ય રીતે સૌથી વરિષ્ઠ કમાન્ડરો અને અધિકારીઓ માટે આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ તેહરાન યુનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવશે. આ પછી, હાનિયાના મૃતદેહને આજે જ કતારની રાજધાની દોહા લઈ જવામાં આવશે, જ્યાં કાલે હમાસ ચીફને દફનાવવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.