ભાસ્કર ખાસ:જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી ગાયબ થયેલી 77 એકે-47નો કોઇ પત્તો નથી, નક્સલીઓને હથિયાર વેચતા તસ્કરો પર પોલીસ મહેરબાન - At This Time

ભાસ્કર ખાસ:જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી ગાયબ થયેલી 77 એકે-47નો કોઇ પત્તો નથી, નક્સલીઓને હથિયાર વેચતા તસ્કરો પર પોલીસ મહેરબાન


જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી કુલ 98 એકે-47 ગાયબ થઇ હતી. જેમાંથી માત્ર 21ને જપ્ત કરાઇ છે. 77 હજુ પણ ગાયબ છે. તે ઉપરાંત પોલીસની મહેરબાનીથી તસ્કરો હજુ પણ તમામ હથિયારોનું વેચાણ કરી રહ્યા છે. બિહારના મુંગેર, ભાગલપુર, ગયા, પટણા અને ઝારખંડના નક્સલીઓને હથિયારોનું વેચાણ થતું હોવાની બાતમી છતાં પોલીસ ગંભીર નથી.
ચાર્જશીટ દાખલ કરવામાં પોલીસને 90 દિવસને બદલે 180 દિવસ થવાને કારણે તમામ આરોપીઓને જામીન મળી ગયા. એ વાત સ્પષ્ટ છે કે એકે-47નું વેચાણ કરીને તસ્કરોએ ગેરકાયદે સંપત્તિ બનાવી છે, પરંતુ કેસની તપાસ ED અથવા EOUને સોંપાઇ નથી. તત્કાલીન એસપીએ તમામ આરોપીઓની સંપત્તિની તપાસનો આદેશ આપ્યો હતો. આઇઓએ પરવા જ કરી નથી. નોંધનીય છે કે ગેરકાયદે હથિયારના નિર્માણ માટે કુખ્યાત મુંગેર વર્ષ 2018માં એકે-47ની હેરાફેરીને લઇને ચર્ચામાં આવ્યું હતું. અહીં જાણવા મળ્યું હતું કે જબલપુર ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી એકે-47 ચોરીને મુંગેર લવાઇને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. ડીઆઇજીના આઇઓ બદલવાના આદેશમાં પણ બેદરકારી
કેસમાં સબ ડિવિઝનલ પોલીસ અધિકારીને કાંડના આઇઓનો પ્રભાર લેવાનો નિર્દેશ અપાયો હતો. એસડીપીઓએ ઉપરોક્ત કાંડનો પ્રભાર સોંપવા માટે કાંડના IOને ગત 14 ઑક્ટોબર, 2018ના રોજ નિર્દેશ આપ્યા હતા, પરંતુ તેમાં પણ ગરબડ કરાઇ હતી. કાગળો પર માત્ર આઇઓ બદલવામાં આવ્યા પરંતુ તપાસની જવાબદારી એસઆઇની પાસે જ રહી હતી. બસ આ એક જ આશા - NIAએ 164 હેઠળ નિવેદન નોંધાવ્યું:
આ કેસમાં જબલપુર સીઓડી ફેક્ટરીના સ્ટોરકીપર સુરેશ ઠાકુરનું કોર્ટમાં કલમ 164 હેઠળ અપાયેલું નિવેદન આ કાંડના આરોપીઓની મુશ્કેલી વધારશે. તેમાં તેમણે જણાવ્યું છે કે કઇ રીતે સ્ટોર સુપરિન્ટેન્ડેન્ટ સુશીલકુમાર સાથે નિવૃત્ત આર્મીના જવાન પુરુષોત્તમ લાલ રજકની સાથે મુલાકાત થતી હતી. કુલ 98 એકે-47ને ફેક્ટરીમાંથી કાઢીને પુરુષોતમ લાલ રજકને વેચાઇ હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.