ઝૂંપડીમાં 3 બાળકીઓ જીવતી સળગી:ઘરમાં પલંગ પર સૂતી હતી ને અચાનક ઈ-રિક્ષાની બેટરી ફાટી, આગમાં માતા-પિતા પણ દાઝ્યા, હાલત નાજુક
નોઈડામાં બુધવારે સવારે એક દુઃખદ દુર્ઘટના સર્જાઈ હતી. નોઈડામાં એક ઘરમાં લાગેલી આગમાં ત્રણ બાળકીઓ જીવતી સળગી ગઈ હતી. પિતા પણ દાઝી ગયા હતા, જોકે તેમની હાલત નાજુક છે. ઘરમાં ચાર્જિંગ દરમિયાન ઈ-રિક્ષાની બેટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ અકસ્માત બુધવારે સવારે 4 વાગ્યે થયો હતો. તે સમયે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કોઈને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો. પિતાએ બાળકીઓને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ બેભાન થઈને પડી ગયા હતા. માતા પણ આગમાં દાઝી ગઈ હતી. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના સેક્ટર-8 ખાતેની જેજે કોલોનીમાં બની હતી. DCP રામ બદન સિંહે કહ્યું કે, આસપાસ રહેતા લોકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની બે ગાડીઓએ 10 મિનિટમાં આગ પર કાબુ મેળવ્યો હતો, પરંતુ ત્રણેય બાળકીઓને બચાવી શકાઈ ન હતી. રૂમમાં ઈ-રિક્ષાની બેટરી રાખવામાં આવી હતી
દોલત રામ ઈ-રિક્ષા ચલાવે છે અને ભાડાના મકાનમાં રહે છે. ઈ-રિક્ષાની બેટરી રૂમમાં રાખવામાં આવી હતી, જે ચાર્જિંગમાં લગાવેલી હતી. ચાર્જિંગ દરમિયાન શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાની આશંકા છે. ડીસીપી રામબદન સિંહે કહ્યું કે, બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીડિતાના પરિવારના અન્ય સંબંધીઓ પણ આવી ગયા છે. ઘટના સ્થળની 3 તસવીરો... ઘરમાં ત્રણેય બાળકીઓ પલંગ પર સૂતી હતી
ડીસીપીએ કહ્યું કે, ત્રણેય બાળકીઓ પરિવાર સાથે રૂમમાં બેડ પર સૂતી હતી. પિતા દોલત રામ (ઉં.વ.32) નીચે જમીન પર સૂતા હતા. મમ્મી મીનુ રૂમની બહાર સૂતા હતા. દુર્ઘટનામાં મોતને ભેટેલી બાળકીઓની ઉંમર 5 થી 10 વર્ષની વચ્ચે છે. તેમના નામ આસ્થા (ઉં.વ.10), નૈના (ઉં.વ.7) અને આરાધ્યા (ઉં.વ.5) છે. દૌલત રામને ગંભીર હાલતમાં સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. માતા મીનુની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘરની દરેક વસ્તુ બળીને રાખ થઈ ગઈ હતી. આગ બુઝાવવા લોકો ડોલ લઈને દોડ્યા
ઘટનાસ્થળે હાજર પડોશીઓએ જણાવ્યું હતું કે, સવારે લગભગ 3 વાગ્યા હશે, જ્યારે અમે ચીસોનો અવાજ સાંભળ્યો. જ્યારે તે બહાર આવ્યા તો તેમણે દૌલતરામના રૂમમાંથી ધુમાડો નીકળતો જોયો. આ પછી અમે નજીક જઈને જોયું તો તેના રૂમમાં આગ લાગી હતી. પછી આખી સોસાયટી ભેગી થઈ. અમે પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી. તેમજ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ત્રણેય બાળકીઓને બહાર કાઢી હતી. દોલત રામ પણ ગંભીર રીતે દાઝી ગયા છે. દયાશંકર વર્માએ કહ્યું કે, લગભગ અડધા કલાક પછી ફાયર બ્રિગેડ પહોંચી હતી. આ પછી લાઇટો કાપી નાખવામાં આવી હતી. અમે પાણીથી ડોલ ભરીને બહાર આગ ઓલવી હતી. જો કે અંદરની આગ ખૂબ જ ભયાનક હતી. તે બુઝાઈ ન હતી. ફાયર બ્રિગેડ દ્વારા તેને બુઝાવવામાં આવી હતી. આ પછી પિતા અને ત્રણેય બાળકીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હરિઓમે કહ્યું કે, ચાર વર્ષથી આખો પરિવાર અહીં રહેતો હતો. અમને કહેવામાં આવી રહ્યું છે કે ઈ-રિક્ષાની બેટરીમાં આગ લાગવાને કારણે આગ લાગી છે. તેઓ સારા લોકો હતા. દોલત રામ કે તેમની પત્નીનો ક્યારેય કોઈની સાથે ઝઘડો નહોતો. આખો પરિવાર મૈત્રીપૂર્ણ હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.