ગઢડા તાલુકા પેન્શનર મંડળની સામાન્ય સભા યોજાઈ.
ગઢડા ખાતે તાલુકા પેન્શનર મંડળની સામાન્ય સભા યોજવામાં આવી હતી. આ સામાન્ય સભામાં પેન્શનરોને કોઈપણ પ્રકારના નાના-મોટા પ્રશ્ન હોય તો આ સભામાં રજૂ કરવામાં આવે છે. આ સામાન્ય સભામાં રાજ્ય સંઘના પ્રતિનિધિ,જિલ્લા પ્રતિનિધિ તેમજ તાલુકાના પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા. અને આ સામાન્ય સભા યોજવામાં આવી હતી આ અંગે વધુમાં માજી પેન્શનર મંડળના પ્રમુખ ભુપતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે અમે ગઢડા તાલુકા પેન્શન મંડળની સામાન્ય સભા દર વર્ષે યોજવામાં આવે છે. જેમાં ગઢડા તાલુકાના દરેક પેન્શનરોને આમંત્રણ આપવામાં આવે છે. જે કોઈ પેન્શનરોને કોઈ પણ નાના મોટા પ્રશ્ન હોય તો તે રજૂ કરવામાં આવે છે. અને તેનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવે છે. તેમજ ઉપસ્થિત પ્રતિનિધિઓ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.