ગઢડા ભક્તરાજ દાદા ખાચર કોલેજ માં “Income Tax Return E-filing Live ” સેમિનાર બે સેશન માં યોજાયો.
ગઢડા શહેરમાં તા. 29/07/2024, સોમવાર ના રોજ ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડા(સ્વા.) ના કોમર્સ વિભાગ ના અધ્યક્ષ પ્રા. એચ.એલ. મોરી દ્વારા Income Tax Return કેવી રીતે ફાઈલ કરી શકાય તે અંગેનો લાઇવ રિટર્ન ભરવા અંગેનો સેમીનાર યોજાયો હતો. આ સેમિનાર માં કોમર્સ વિભાગ ના અધ્યક્ષ પ્રા. એચ.એલ.મોરી એ કાર્યક્રમ ઉપક્રમે Income Tax સાઈટ પર કેવી રીતે IT રિટર્ન ભરી શકાય તે લાઇવ રિટર્ન ભરી બતાવવામાં આવ્યું સાથે સાથે Income Tax માં Old Tax Regime, New Tax Regime, Deduction, Relief વગેરે જેવા અલગ અલગ વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સેમિનારમાં આર્ટ્સ અને કોમર્સ બંને પ્રવાહના કુલ 96 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્થાના આચાર્ય ડૉ.એચ.વી.સેંજલિયા ના માર્ગદર્શન હેઠળ આ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોમર્સ વિભાગના વડા પ્રા.એચ.એલ.મોરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં કોલેજ ના આચાર્યશ્રી તથા ડૉ. એ.ડી. લાણીયા, ડૉ. વી. વાય. પંડ્યા, ડૉ. મે.સી.જાડેજા તથા અન્ય કોલેજ સ્ટાફની પણ વિશેષ ઉપસ્થિતી રહી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.