જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ‘ટીબી મોબાઈલ એક્સ-રે’ વાનનું લોકાર્પણ ———
જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ‘ટીબી મોબાઈલ એક્સ-રે’ વાનનું લોકાર્પણ
---------
એક્સ-રે સિસ્ટમ, એક્સ-રે પ્લેટ, રિડિંગ મશીન જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ મોબાઈલ વાન
---------
ગ્રામ્યસ્તરે ટીબીના દર્દીઓને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ બનશે મોબાઈલ એક્સ-રે વાન
---------
ગીર સોમનાથ, તા.3૧: ગીર સોમનાથને ટી.બી.મુક્ત બનાવવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભિયાનરૂપે કાર્ય કરવામાં આવી રહ્યું છે.
આ જ ઉપક્રમે ગ્રામ્યસ્તરે પણ સંપૂર્ણપણે ટીબી નાબૂદી થાય અને ટીબીના દર્દીઓનું ઝડપથી નિદાન થઈ શકે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક્સ-રે સિસ્ટમ, એક્સ-રે પ્લેટ, રિડિંગ મશીન જેવા અત્યાધુનિક ઉપકરણોથી સજ્જ ‘ટીબી મોબાઈલ એક્સ-રે’ વાન બનાવવામાં આવી છે. જેનું લોકાર્પણ આજે જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા સેવા સદન ખાતેથી કર્યું હતું.
જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટરશ્રીએ રિબિન કાપી લીલી ઝંડી આપી મોબાઈલ એક્સ-રે વાનને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ડૉ. અરૂણ રોયે કલેક્ટરશ્રીને વાનના ઉપકરણો અને તેની અદ્યતન કામગીરીથી વાકેફ કર્યાં હતાં. મોબાઈલ એક્સ-રે વાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ અને ટીબીના દર્દીઓને એક્સ-રે સહિતની સુવિધાઓ પૂરી પાડશે.
જિલ્લા ક્ષય કેન્દ્ર, ગીર સોમનાથ દ્વારા એનજીઓ-પીપીપી મોડેલના આધારે આ અત્યાધુનિક મોબાઈલ એકસ-રે વાન તૈયાર કરવામાં આવી છે. અંદાજિત રૂ. ૯ લાખના ખર્ચે નિર્મિત વાન એક્સ-રે સિસ્ટમ, એક્સ-રે પ્લેટ, રીડિંગ મશીન, લેપટોપ-પ્રિન્ટર અને વાઈફાઈ સહિતની સુવિધાઓથી સજ્જ છે.
આ લોકાર્પણ અવસરે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, ક્ષય અધિકારી શ્રી ડૉ.શીતલ રામ, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.