આખરી નગર રચના યોજના નં ૧ રાજકોટ (પ્રથમ ફેરફાર) જાહેર કરાયા અપીલકર્તાઓ ૩૦ દિવસમાં નિર્ણય સામે અપીલ કરી શકશે
રાજકોટ તા. ૩૧ જુલાઈ - રાજકોટના નગર રચના યોજના અધિકારી દ્વારા આખરી નગર રચના યોજના નં-૧ (રાજકોટ) (પ્રથમ ફેરફાર) અંગેના નિર્ણયો જાહેર કરવામાં આવ્યા છે.
જે અન્વયે નિયોનુસાર જે તે પ્લોટ માટે લેવાયેલા નિર્ણયોના ઉતારા, નમૂનો ‘‘ડ’’ મુજબ, નગર રચના યોજના નં-૧ (રાજકોટ) (પ્રથમ ફેરફાર)માં આવતી દરેક મિલકતોના માલિકોને પહોંચાડવાની તજવીજ કરવામાં આવી રહી છે.
આ નિર્ણયોથી અસંતોષ થયો હોય તેવી હિતસંબંધ ધરાવતી વ્યક્તિ-માલિકોને નિર્ણયોના ઉતારાની નકલ મળ્યેથી એક માસની અંદર, અપીલપાત્ર નિર્ણયોની સામે રાજ્યકક્ષાના બોર્ડ ઑફ અપીલના અધ્યક્ષશ્રી (સી/ઓ, મુખ્ય નગર નિયોજકશ્રીની કચેરી, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ સામે, ચ-૩, ક્રોસ રોડ, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર)ને જરૂરી કોર્ટ ફીનો સ્ટેમ્પ લગાવી ત્રણ નકલમાં લેખીત અપીલ અરજી કરી શકશે.
ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૫૩ મુજબ, ન.ર.યો.ના કેટલાક નિર્ણયો છેવટના છે, જ્યારે કલમ-૫૪ મુજબ કેટલાક નિર્ણયો કલમ-૫૫ મુજબ રચાતા અપીલ બોર્ડ સમક્ષ અપીલને પાત્ર છે.
તૈયાર આખરી નગર રચના યોજનાની સંપૂર્ણ માહિતી, નકશાઓ તેમજ નિર્ણયોની એક નકલ નિરિક્ષણ માટે, પ્રવર નગર નિયોજકની કચેરી, રાજકોટ નગર રચના યોજના, રૂડા બિલ્ડિંગ, છઠ્ઠો માળ, શ્રી ચીમનભાઈ પટેલ વિકાસ ભવન, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવી છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.