ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઇડર પોલીસ - At This Time

ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઇડર પોલીસ


નાયબ પોલીસ મહાનિરીક્ષક સા શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા વિજય પટેલ પોલીસ અધિક્ષક સા શ્રી સાબરકાંઠા- હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં પ્રોહી તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારુ સુચના આપેલ હોઈ જે અનુસંધાને સ્મિત ગોહીલ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ઈડર વિભાગ ઈડરનાઓએ ઇડર પો.સ્ટે વિસ્તાર માં દારૂ,જુગાર, તથા આર્મસ એકટ જેવા ગુન્હા શોધી કાઢવા કરેલ સુચના આધારે સી.જી.રાઠોડ પોલીસ ઇન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ કામગીરીમા હતા તે દરમ્યાન આજ રોજ સી.જી.રાઠોડ પો.ઇન્સ. તથ સર્વેલન્સ સ્ટાફના અ.પો.કોન્સ નીકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૧૨૦૫ તથા આ.પો.કો દિપકસિંહ ભિખુસિંહ બ.ન-૦૭૬૩ તથા આ.પો.કો કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં-૧૦૪ તથા આ.પો.કો.જયદીપસિંહ નરેન્દ્રસિંહ બ.નં-૩૪૨ તથ ડ્રા.પો.કો.ભુપેન્દ્રસિંહ પૃથ્વીસિંહ બ.નં-૪૫એ રીતેના ઇડર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.પો.કોન્સ નીકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૧૨૦૫ નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ જે બાતમી આધારે સદર જગ્યાએ જઈ રેઈડ કરતા બે ઇસમને ઝડપી પાડેલ જેના કબજાની એક કાળા કલરના હુડવાળી સીએનજી રીક્ષા જેન આર.ટી.ઓ.રજી.નં.જોતા જીજે-૩૧-એસ-૨૩૮૭ માં જોતા ભારતીય બનાવટની ઇગ્લીશ દારુ/બીયરની કુલ બોટલ/ટીન નંગ-૧૨૭ જેની કિ.રૂ.૨૯,૦૧૫/- નો પ્રોહી મુદામાલ તથા એક કાળા કલરના હુડવાળી સીએનજી રીક્ષ જેનો આર.ટી.ઓ.રજી.નં.જોતા જીજે-૩૧-એક્સ-૨૩૮૭ જેની કિમત રૂપીયા -૧,૦૦,૦૦૦/- તથા એક વિવો કંપનીનો ૧૮૨૦ મોડલનો કાળા કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિ.રૂ. ૩૦૦૦/- જે મળી કુલ કિ.રૂ.૧,૩૨,૦૧૫/- નો મુદ્દામાલ કબજે કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ગણનાપાત્ર પ્રોહી કેસ શોધી કાઢી ઈડર પોલીસ સ્ટેશન સી-પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૪૦૯૭૫/૨૦૨૪ પ્રોહિ એકટ કલમ.૬૫ એઇ,૮૧,૯૮ મુજબ ગુન્હો રજી કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.તા.૩૧/૦૭/૨૦૨૪

કબ્જે કરેલ મુદદામાલ -

૧) ભારતીય બનાવટની ઇન્ગ્લીશ દારૂની કુલ બોટલ નંગ-૧૨૭ કી.રૂ.૨૯,૦૧૫/-

( (૨) એક કાળા કલરના હુડવાની સીએનજી રીક્ષા જેનો આર.ટી.ઓ.રજી.નં.જોતા જીજે-૩૧-એક્સ-૨૩૮૭

જેની કિંમત રૂપીયા - ૧,૦૦,૦૦૦/-

(૩) એક વિવો કંપનીનો ૧૮૨૦ મોડલનો કાળા કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિ.રૂ. ૩૦૦૦/-

પકડાયેલ આરોપી -

(૧) વિકેશભાઈ બાલુભાઈ બરંડા ઉ.વ.૩૦ રહે.ઓડગામ તા.ભીલોડા જી.અરવલ્લી (૨) સુનીલકુમાર રમણભાઈ બરંડા ઉ.વ.૨૩ રહે.ઓડ તા.ભીલોડા જી.અરવલ્લી

સારી કામગીરી કરનાર ટીમ -

(૧) પોલીસ ઇન્સ્પેકટર સી.જી.રાઠોડ

(૨) આ.પો.કોન્સ દિપકસિંહ ભિખુસિંહ બ.ન-૦૭૬૩

(૩) અ.પો.કોન્સ નીકુલસિંહ મહેન્દ્રસિંહ બ.નં-૧૨૦૫

(૪) આ.પો.કો કલ્પેશકુમાર ગોવિંદભાઈ બ.નં-૧૦૪

(૫) આ.પો.કો.જયદીપસિંહ નરેન્દ્રસિંહ બ.નં-૦૭૬૭

(૬) ડ્રા.પો.કો.ભુપેન્દ્રસિંહ પૃથ્વીસિંહ બ.નં-૪૫

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.