ગડકરીએ વીમા પ્રીમિયમ પર GST હટાવવાની માંગ કરી:નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો, હાલમાં તેના પર 18% GST લાગે છે
રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ પરથી GST હટાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ (સારવાર, અકસ્માતો) પર ટેક્સ લગાવવા સમાન છે. ઈન્સ્યોરન્સ સેક્ટરના ગ્રોથ પર તેની અસર કરશે. નાગપુર ડિવિઝન લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા આપવામાં આવેલા મેમોરેન્ડમ બાદ સેન્ટ્રલ રોડ ટ્રાન્સપોર્ટે નાણા મંત્રીને આ વિનંતી કરી છે. વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે
28 જુલાઇના તેમના પત્રમાં ગડકરીએ કહ્યું - નાગપુર ડિવિઝન લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઇઝ યુનિયને વીમા ઉદ્યોગ સાથે સંબંધિત મુદ્દા અંગે મને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે અને તેને તમારી સામે ઉઠાવવા વિનંતી કરી છે. યુનિયનનો મુદ્દો જીવન અને તબીબી વીમા પ્રિમીયમ પરથી GST હટાવવાનો છે, જે બંનેમાં 18% GST લાગે છે. જીવન વીમા પ્રીમિયમ પર GST લાદવો એ જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવવા સમાન છે. યુનિયનનું માનવું છે કે વ્યક્તિ જીવનની અનિશ્ચિતતાના જોખમોને આવરી લેવા માટે વીમો ખરીદે છે, તેથી તેના પર ટેક્સ લગાવવો જોઈએ નહીં. આ મુદ્દાને પ્રાથમિકતાના આધારે વિચારવા વિનંતી
નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને આ મુદ્દા પર ગંભીરતાથી વિચાર કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું – તમને જીવન અને આરોગ્ય વીમા પ્રિમિયમ પર GST પાછી ખેંચવાના સૂચનને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવા વિનંતી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.