સોનિયાએ કહ્યું- માહોલ આપણી તરફેણમાં છે:મહારાષ્ટ્ર સહિત 4 રાજ્યોના ચૂંટણી પરિણામો દેશની રાજનીતિ બદલશે, ભાજપ માત્ર ભાગલા પાડવાનું કામ કરી રહ્યો છે
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ બુધવારે પાર્ટીના નેતાઓને કહ્યું કે ચાર રાજ્યો મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. માહોલ આપણી તરફેણમાં છે. લોકસભાની ચૂંટણીમાં મળેલ લોકોનું સમર્થન આપણે જાળવી રાખવાનું છે. સોનિયાએ કહ્યું- આપણે આત્મસંતુષ્ટ અને વધુ પડતા આત્મવિશ્વાસમાં ન આવવું જોઈએ. હું કહી શકું છું કે જો આપણે લોકસભાની ચૂંટણીની જેમ 4 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સારું પ્રદર્શન કરીશું તો દેશના રાજકારણમાં મોટો બદલાવ આવશે. સોનિયા ગાંધી જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલ (સંવિધાન સદન)માં કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી સહિત તમામ સાંસદો હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીના સંબોધન વિશે 5 મોટી વાતો વાયનાડ ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં, પાર્ટીના સાંસદોએ વાયનાડ ભૂસ્ખલન અને દિલ્હીના જૂના રાજેન્દ્ર નગર વિસ્તારમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં પૂરમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે એક મિનિટનું મૌન પાળ્યું હતું. 27 જુલાઈના રોજ, ભારે વરસાદ પછી દિલ્હીમાં રાવ IAD સ્ટડી સર્કલ બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ જતાં ત્રણ UPSC ઉમેદવારોના મોત થયા હતા. તેમજ, કેરળના વાયનાડમાં 30 જુલાઈએ ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં મૃત્યુઆંક 175 પર પહોંચી ગયો છે. 4 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, કોંગ્રેસ તૈયારીઓમાં વ્યસ્ત
દેશમાં આગામી વર્ષે મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. લોકસભા ચૂંટણીમાં સારા પ્રદર્શન બાદ કોંગ્રેસ રાજ્યની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. આ પહેલા જૂનની શરૂઆતમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ ચાર રાજ્યોના નેતાઓ સાથે સ્ટ્રેટેજી બેઠક યોજી હતી. દિલ્હીમાં કોંગ્રેસના હેડકવાર્ટરમાં 24 થી 27 જૂન વચ્ચે બમને નેતાઓએ મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક યોજીને આગામી ચૂંટણી અંગે ચર્ચા કરી હતી. આ સમાચાર પણ વાંચો... 'અનુરાગે મને ગાળ આપી':રાહુલ ગાંધીનો આરોપ; ઠાકુરે કહ્યું- 'જેને જાતિની ખબર નથી તેમને વસતી ગણતરી કરાવવી છે' સંસદ સત્રના સાતમા દિવસે મંગળવારે અગ્નિવીર અને જાતિની વસતી ગણતરીને લઈને બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. રાહુલ ગાંધીનું નામ લીધા વિના અનુરાગ ઠાકુરે કહ્યું- તમારા બોલવા માટે કાપલી આવે છે. ઉછીની બુદ્ધિથી રાજકારણ ના થાય. ઠાકુરે ફરી કહ્યું- આજકાલ કેટલાક લોકો પર જાતિની વસતી ગણતરીનું ભૂત સવાર છે. જેને જાતિની ખબર નથી, તે જાતિની વસતી ગણતરી કરાવવા માંગે છે. આને લઈને વિપક્ષે હંગામો શરૂ કરી દીધો. રાહુલ ગાંધીએ અનુરાગ ઠાકુર પર ગાળો આપવાનો આરોપ લગાવ્યો હતો. અખિલેશે પણ કહ્યું- કોઈ કોઈની જાતિ કેવી રીતે પૂછી શકે?
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.