ગોધરા પંચામૃત ડેરીમાં નોકરી આપવા માટે છેતરપિંડી ના મામલામાં આરોપીઓને ચાર દિવસથી રિમાન્ડ મંજૂર - At This Time

ગોધરા પંચામૃત ડેરીમાં નોકરી આપવા માટે છેતરપિંડી ના મામલામાં આરોપીઓને ચાર દિવસથી રિમાન્ડ મંજૂર


ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના કૈલાશ પર્વત હોટલ પાસે ભુરાવાવ ખાતે બે ભેજાબાજ બંટી અને બબલીએ ગોધરા ખાતે આવેલ પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાના બહાને સચિનકુમાર અરવિંદભાઈ પટેલ બોલાવી અને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ લઈને છેતરપિંડી કરી રોકડા ૫૦,૦૦૦ લઈને વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાનો કિસ્સો બહાર આવ્યો હતો જે સમગ્ર બનાવનું ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની ગણતરીની કલાકમાં બંને ભેજાબાજ બંટી અને બબલી ને ઝડપી પાડી અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા બંને ભેજાબાજ આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ભોજા ગામના પટેલ ફળિયામાં રહેતા સચિનકુમાર અરવિંદભાઈ પટેલ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે દીપીકાબેન મુકેશકુમાર રાઠોડ રહે.કાલોલ હોળી ચકલા તા.કાલોલ જી.પંચમહાલ તથા ગાડી ચાલક નિશાંક નુપેનભાઈ પાઠક રહે. ૪ જોય બંગ્લોઝ કનેલાવ સ્પોર્ટસ કોમ્પલક્ષની બાજુમાં ગોધરાના એ ગોધરા ભુરાવાવ વિસ્તારમાં કૈલાશ પર્વત હોટલ પાસે ફોર વ્હીલ ગાડી લઈને આવી અને પંચામૃત ડેરીમાં કાયમી નોકરી આપવાની લોભામણી લાલચ આપી અને મારી પાસેથી રૂપિયા ૫૦,૦૦૦ અને મારા ડોક્યુમેન્ટ લઈને મારી જોડે છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. જેથી મેં ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં આ બંને ભેજાબાજ આરોપીઓની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી બી ડિવિઝન પોલીસના ડીસ્ટાફ પીએસઆઇ સહિતના સ્ટાફે ગણતરીની કલાકોમાં આ બંને ભેજાબાજ દીપીકાબેન મુકેશકુમાર રાઠોડ અને નિશાંક નુપેનભાઈ પાઠક ને ઝડપી પાડી અને ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં પૂછપરછ માટે લાવ્યા હતા. ત્યારબાદ બંને આરોપીઓને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટ દ્વારા આ બંને આરોપીઓની ચાર દિવસના રિમાન્ડ નક્કી કરવામાં આવ્યા હતા જેમાં ૩૦/૦૭/૨૦૨૪ થી ૨ /૮/૨૦૨૪ સુધી ૧૨:૦૦ વાગ્યા સુધી રિમાન્ડ નક્કી કરવામાં આવ્યા

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.