બોટાદ ખાતે ‘રાષ્ટ્રીય સેવા યોજના’ (એન. એસ. એસ.) અંતર્ગત ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો
સરદાર વલ્લભભાઈ પટેલ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ બોટાદ સંચાલિત શ્રી વી. એમ. સાકરિયા મહિલા આર્ટ્સ કૉલેજ, બોટાદ તેમજ શ્રી વી.એમ. સાકરિયા મહિલા કોમર્સ કૉલેજ,બોટાદ ખાતે 'રાષ્ટ્રીય સેવા યોજના' અંતર્ગત તા. 31/07/2024 ના રોજ ઓરિએન્ટેશન સેમિનાર યોજાયો હતો. શૈક્ષણિક વર્ષ -2024-'25 દરમિયાન એન.એસ.એસ.માં જોડાયેલ સ્વયંસેવિકા બહેનોને એન.એસ.એસ.થી વાકેફ કરવા માટેનો આ ઉપક્રમ હતો. સમૂહ પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્બોધન આર્ટ્સ કૉલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. વિપુલ કાળિયાણિયા દ્વારા કરવામાં આવેલું. ત્યારબાદ અગાઉના વર્ષમાં એન.એસ.એસ.માં જોડાયેલ બહેનો દ્વારા પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં આવેલા. ત્યારબાદ કોમર્સ કોલેજના પ્રોગ્રામ ઑફિસર પ્રા. હરપાલસિંહ વાળા દ્વારા એન.એસ.એસ.નો ઉદ્દેશ અને આ અંતર્ગત કૉલેજ કક્ષાએ કરવાની વિવિધ પ્રવૃત્તિ વિશે સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રા. જી.બી. રામાવત સાહેબે એન.એસ.એસ. સાથેના પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને એન.એસ. એસ. દ્વારા જીવન ઘડતર વિશે વાત કરી હતી.. ત્યારબાદ આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ.એસ. ડી. પટેલ મેડમે એન .એસ.એસ.ના મૂળ ઉદ્દેશો, વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સવિગત વાત કરી હતી. તેમજ આશીર્વચન અને બન્ને યુનિટને શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સ્વયંસેવિકા બહેનો દ્વારા સંભાળવામાં આવ્યું હતું. અંતમાં એન.એસ.એસ. ગાન કરવામાં આવેલું ત્યારબાદ અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન અને સંકલન આર્ટ્સ કૉલેજના આચાર્યા ડૉ.એસ.ડી.પટેલ મેડમ તેમજ કોમર્સ કૉલેજના ઇન્ચાર્જ આચાર્ય પ્રા. જી.બી. રામાવત સાહેબના માર્ગદર્શન હેઠળ આર્ટ્સ વિભાગના પ્રોગ્રામ ઑફિસર ડૉ. રેખાબા પરમાર, ડૉ.વિપુલ કાળિયાણિયા અને કોમર્સ કૉલેજના પ્રોગ્રામ ઑફિસર પ્રા. હરપાલસિંહ વાળા દ્વારા કરવામાં આવેલું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.