આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ બાખડયા : કારના કાચ તોડ્યા
રાજકોટની આત્મીય કોલેજના વિદ્યાર્થીઓ બાખડયા હતા. જેમાં કારના કાચ તોડ્યા હતા. બનાવની શરૂઆત ત્રિકોણ બાગેથી થઈ હતી. બી.કોમ.માં અભ્યાસ કરતો હિરેન સાગઠિયા સિટી બસમાં બેઠો ત્યારે અન્ય વિદ્યાર્થીને ધક્કો લાગી જતા બખેડો થયો હતો. કોલેજે પહોંચતા મોટી સંખ્યામાં આવેલા શખ્સોએ હિરેન, તેના મિત્ર ઉત્તમ પંડ્યા, અભિષેક મકવાણાને માર માર્યો હતો, બ્રેઝા કારના કાચ તોડ્યા હતા. શિવભદ્રસિંહ જાડેજા સહિતના સામે પગલાં લેવા પોલીસમાં અરજી કરી હતી. જે મુજબ, સમાધાન માટે ફોન કરી બોલાવી જ્ઞાતિપ્રત્યે હડધૂત કરી ઢીકા પાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ છે. જે અંગે એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
હિરેન જયંતિભાઈ સાગઠિયા (ઉં. વ.17, રહે. ગાંધી વસાહત સોસાયટી, જૂનો મોરબી રોડ)એ પોલીસમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, તે આત્મીત કોલેજમાં બી. કોમ.માં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે સવારે 7 વાગ્યે કોલેજ જવા ત્રિકોણ બાગેથી સિટી બસમાં બેઠો હતો. જ્યાં ધક્કો લાગી જતા શિવભદ્રસિંહ જાડેજાને ધક્કો લાગી ગયો હતો.
જેથી શિવભદ્રસિંહે નીચે ઉતરી જવાનું કહી ઝઘડો કર્યો. હિરેને તેના ભાઈ અને મિત્રોને બોલાવતા સમાધાન થયું હતું. પછી હિરેન તેના મિત્ર ઉત્તમ પંડ્યા સાથે અભિષેક મકવાણાની બ્રેઝા કારમાં કોલેજ ગયો હતો. ત્યાં કોલેજનો બ્રેક પડતા શિવભદ્રસિંહે ફોન કરી સમાધાન માટે નીચે બોલાવ્યા હતા. તેની સાથેના લોકોએ માર મારી કારમાં તોડ ફોડ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહ્યા હતા. એ. ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.