તલોદ તાલુકા ના આંત્રોલી ગામે ઝેરી ઘાસચારો ખાવાથી પાંચ ગાયોના મોત - At This Time

તલોદ તાલુકા ના આંત્રોલી ગામે ઝેરી ઘાસચારો ખાવાથી પાંચ ગાયોના મોત


*તલોદ તાલુકા ના આંત્રોલી ગામે ઝેરી ઘાસચારો ખાવાથી પાંચ ગાયોના મોત*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા*

તલોદ તાલુકાના આંત્રોલી ગામે ઝેરી પદાર્થ ખાવાથી પાંચ જેટલી ગાયો ના કમકમાટી ભર્યું મોત નિપજ્યું હોવાનું જાણવા મળે છે
આ અંગે મળતી માહિતી મુજબ આંત્રોલી વાસ દોલજી ગામનાં મકવાણા વિક્રમસિંહ શેતાનસિંહ ની ચાર ગાય અને ઝાલા રાજેન્દ્રસિંહ કેશરીસિંહ ની એક ગાય ખેતરમા ચરાવવા માટે ગયેલ હતી જે ગાયો કઈક ઝેરી દવા છાંટેલ ઘાસચારો ખાઈ જતા ગાયો કણસતી હાલત માં બેભાન હાલતમાં ખેતરમા પડી હતી
ઝેરી ખોરાક ખાવાથી બેભાન હાલતમાં ખેતરમા પડેલ ગાયોની જાણ મુળ માલિકોને થતાં તાત્કાલિક સાબરડેરીના પશુ ડોકટર ને જાણ કરી હતી જ્યાં તબીબી સારવાર મળે તે પહેલા પાંચ ગાયોના કરુણ મોત નીપજ્યા હતા.મૃતક ગાયો ના મૃત્યુ અંગે ના બનાવ ની જાણ તલોદ પોલીસ સ્ટેશન ખાતે કરતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતક ગાયો નુ પોસ્ટમોર્ટમ પશુ દવાખાના ના ડો ભાવેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હોવાનુ જાણવા મળેલ છે.
આ અંગે સાબર ડેરી ના પશુ ડોકટર જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મૃતક ગાયો બેભાન હાલતમાં પડી હોવાનું ગાયોના માલિકે વિઝિટ નોંધાવતા સ્થળ પર પહોંચી ગયા હતા પણ સારવાર મળે તે પહેલા પાંચ ગાયો મરણ જવા પામી હતી.


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.