ઇઝરાયલે 7 ઓક્ટોબરના હુમલાનો બદલો લીધો:હમાસના ચીફ ઇસ્માલઇ હાનિયાને ઢાળી દીધો, તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાવી દીધું
હમાસનો રાજકીય વડો ઈસ્માઈલ હાનિયા માર્યો ગયો છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ વાતની પુષ્ટિ કરી છે. IRGCએ જણાવ્યું હતું કે તેહરાનમાં તેના ઘરને બોમ્બથી ઉડાવી દીધુ હતું, જેમાં હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા અને તેમના એક બોડીગાર્ડનું મોત થયું હતું. ઇઝરાયલે 7 ઓક્ટોબરે પોતાના દેશમાં થયેલા હુમલાનો બદલો લીધો છે. છેલ્લા 9 મહિનાથી બદલાની આગમાં સળગી રહેલા ઇઝરાયલે બુધવારે વહેલી સવારે હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાને ઢાળી દીધો છે. ચોંકાવનારી વાત એ છે કે હાનિયાનું મોત ગાઝા, પેલેસ્ટાઈન કે કતારમાં નહીં પરંતુ ઈરાનની રાજધાની તેહરાનમાં થયો છે. હમાસે પોતે એક નિવેદન જાહેર કરીને તેના ચીફના મોતની પુષ્ટિ કરી છે. ખરેખરમાં, હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા મંગળવારે (30 જુલાઇ) ઇરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની સાથે પણ મુલાકાત કરી હતી. બીજા જ દિવસે (બુધવારે) એટલે કે આજે વહેલી સવારે ઇઝરાયલે ઈસ્માઈલ હાનિયા જે ઘરમાં રહેતો હતો તેના પર બોમ્બમારો કરીને ઉડાવી દીધુ હતું. હાનિયા 1987માં હમાસમાં જોડાયો હતો. ઈસ્માઈલ હાનિયા 2017થી હમાસના મુખ્ય રાજકીય નેતા બન્યો. શૂરા કાઉન્સિલ, હમાસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાએ તેમને 2021માં ચાર વર્ષની મુદત માટે ફરીથી ચૂંટાયો. સંગઠનમાં તેની સામે બીજુ કોઈ નહોતું. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ, હાનિયાના મોતની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. જો કે, ઈરાનની સરકારી ચેનલોએ ઇઝરાયલ પર આરોપ લગાવવાનું શરૂ કરી દીધું છે. જ્યારે ઈસ્માઈલ હાનિયે 7 ઓક્ટોબરના રોજ ઇઝરાયલ પરના હુમલાની ઉજવણી કરી હતી... વીડિયો જુઓ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.