અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી:બાઇડેનથી નારાજ મતદારોનો કમલાને સમર્થન, વેન્સની પસંદગી ટ્રમ્પને ભારે પડી
અમેરિકામાં 5 નવેમ્બરથી શરૂ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 96 દિવસનો સમય બાકી છે. દરમિયાન, ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના મેદાનમાં આવ્યા બાદ રિપબ્લિકન પાર્ટી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી રહી છે. ટ્રમ્પ એક તરફ ગર્ભપાતને લઇને કડક વલણ ધરાવે છે ત્યારે કમલા હેરિસને તેજીથી ગર્ભપાતના સમર્થકોનો સાથ મળી રહ્યો છે. અમેરિકાના 30%થી વધુ મતદારોનું માનવું છે કે ગર્ભપાત પર કોઇ પ્રતિબંધ હોવો જોઇએ નહીં જ્યારે અન્ય 32%ના મતે વિશેષ પરિસ્થિતિમાં જ તેની મંજૂરી મળવી જોઇએ. બીજી તરફ રિપબ્લિકન તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને ઓહાયોના સેનેટર જે.ડી. વેન્સના વિવાદિત નિવેદનોથી રિપબ્લિકન પાર્ટીને નુકસાન થઇ રહ્યું છે. ક્યારેક ટ્રમ્પના જ ટીકાકાર રહેલા વેન્સની મહિલાઓને લગતી ટિપ્પણી ટ્રમ્પને જ ભારે પડી રહી છે. કમલા અને ડેમોક્રેટિક પાર્ટી તેને જ ચૂંટણીનો મુદ્દો બનાવી રહ્યાં છે. ગર્ભપાતનો મુદ્દો કમલા માટે મોટું પરિબળ
2020ની ચૂંટણીમાં કાનૂની ગર્ભપાતનું સમર્થન કરનારા મતદારોએ બાઇડેનને ભારે સમર્થન આપ્યું હતું. જોકે, રાષ્ટ્રપતિના કાર્યકાળ દરમિયાન આ વિષય પર કામ ન કરવાને કારણે મતદારો નારાજ થઇ રહ્યા હતા. હવે ગર્ભપાતનો મુદ્દો કમલા માટે મોટું પરિબળ સાબિત થઇ શકે છે. નારાજ મતદારો તેમની સાથે ઊભા છે. વેન્સના જૂનાં નિવેદનો જ મોટા મુદ્દા બન્યા
વેન્સે એક ઇન્ટરવ્યૂમાં અમેરિકી સરકારમાં સામેલ મહિલાઓ પર વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું હતું કે સરકાર એવી મહિલાઓ ચલાવી રહી છે, જેઓ પોતે નિ:સંતાન છે. પછી તમે કમલા હેરિસ, પીટ બુટિજીજ, એલેક્ઝેન્ડ્રિયા ઓકાસિયો કોર્ટેઝ કોઇને પણ જોઇ લો. તેમના વ્યંઢળ સાથેની વાતચીતના મેલ પણ વાઈરલ થવા પર વિવાદ થયો છે. વેન્સના નિવેદનો જ હવે મુદ્દો બની રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.