રાજકોટ મનપા ફાયર સેફ્ટીના સાધનો ખરીદવામાં વ્યસ્ત રહેતા હોલ બંધ, પરિવારોએ ખાનગી હોલને ચૂકવવા પડશે ઊંચા ચાર્જ - At This Time

રાજકોટ મનપા ફાયર સેફ્ટીના સાધનો ખરીદવામાં વ્યસ્ત રહેતા હોલ બંધ, પરિવારોએ ખાનગી હોલને ચૂકવવા પડશે ઊંચા ચાર્જ


રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ મહાપાલિકા દ્વારા BU સર્ટી અને ફાયર NOC મુદ્દે કડક ચેકિંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતા. જેમાં મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવનાર છે. હાલ આ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોવાથી બે મહિના મહાનગરપાલિકાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા છે. હાલ વરસાદને લઇ પાર્ટી પ્લોટમાં પ્રસંગ કરવો પણ શક્ય નથી. ત્યારે હવે ખાનગી હોલ એકમાત્ર ઉપાય છે. જોકે, તેના ભાડા ઘણા વધારે હોવાથી આગામી બે મહિના લગ્ન કરવા વિચારવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. મનપા સંચાલિત 21 પૈકી હાલ ચાલુ 20 કોમ્યુનિટી હોલમાંથી 18માં આ કામગીરી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.