હળવદ બજરંગદળ પ્રખંડ દ્વારા આયોજિત ત્રિશુલ દીક્ષા સમારોહ માં ૧૬૧૫ બજરંગી યુવાનો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી
બજરંગદળ ના રાષ્ટ્રીય સંયોજક નીરજજી દોનેરિયા સહિત પૂજ્ય સાધુ સંતો એ ખાસ હાજરી આપી
હળવદ ખાતે આવેલ શિશુ મંદિર ના સાંસ્કૃતિક ભવન ખાતે વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ દ્વારા ભવ્ય ત્રિશુલ દિક્ષા સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં હળવદ તાલુકા ના વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ના ૧૬૧૫ બજરંગી યુવાનો એ ત્રિશુલ દીક્ષા ગ્રહણ કરી હતી અને રાષ્ટ્ર રક્ષા , ગૌ રક્ષા , સ્ત્રી રક્ષા , ધર્મ રક્ષા , આત્મ રક્ષા સહિત લવ જેહાદ અને અન્ય જેહાદ થી બચવા સતત કાર્યશીલ રહેવા માટે પ્રતિજ્ઞા લીધી હતી આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય સંયોજક બજરંગદળ નીરજજી દોનેરિયા , પૂજ્ય દીપકદાસજી મહારાજ , પૂજ્ય પ્રભુચરણ મહારાજ , ગુજરાત ક્ષેત્ર સંયોજક ભાવેશભાઈ ઠક્કર , સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક રવિરાજસિંહ જાડેજા , ઉત્તર ગુજરાત પ્રાંત સંયોજક જ્વલિતભાઈ મહેતા તથા સુરેન્દ્રનગર વિભાગ અને જિલ્લા ના વિવિધ પદાધિકારીઓ તેમજ હળવદ ના સામજિક રાજકીય શૈક્ષણિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શૌર્ય યાત્રા હળવદ ની મુખ્ય બજાર માં નીકળી હતી જેમાં "વંદે માતરમ્ - જય શ્રી રામ " , જય કારા વીર બજરંગી - હર હર મહાદેવ " અને "ભારત માતા કી જય" ના નારા થી હળવદ ની શેરીઓ ગુંજી ઉઠી હતી આ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો
આ કાર્યક્રમ ને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગદળ હળવદ પ્રખંડ ના સૌ કાર્યકર્તા મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી અને પોલીસ વિભાગ દ્વારા અને સરકારી તંત્ર દ્વારા પણ ઉચિત સહયોગ પ્રાપ્ત થયો હતો
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.