જર્જરીત મકાન ઉતારવામાં ના આવતાં મકાનની આગળની દીવાલો ધરાશય થઈ. - At This Time

જર્જરીત મકાન ઉતારવામાં ના આવતાં મકાનની આગળની દીવાલો ધરાશય થઈ.


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કેટલાય મકાન જે માટી અને ચુનાથી બનેલા છે અને બહુ જૂના બાંધકામ છે તે આવા મુશળધાર વરસાદ અથવા તો ભૂકંપ આવે ત્યારે મકાન ધરાસાઈ બનવાના બનાવો બને છે ત્યારે તંત્રને આગ લાગે ત્યારે જ કૂવો ખોદે. અને આગ ઓલવાયા પછી પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં ઠેરના ઠેર તેવી હાલત છે જેનો તાજેતરનો બનાવ મોડાસાના કડિયાવાળા હોળી ચકલા વિસ્તારમાં આવેલ એક મકાન જે જર્જરીત હાલતમાં હતું તેને વારેવારે નગરપાલિકામાં તથા મામલતદાર ઓફિસમાં આશ પડોશના લોકો દ્વારા જાણ કરવામાં આવી હતી પરંતુ તે મકાનમાં એક વખત માત્ર નોટિસ ચોંટાડી અને નગરપાલિકાના અધિકારીઓ નીકળી ગયા પરંતુ એ જર્જરીત મકાન ઉતારવામાં આવ્યું છે કે નહીં તે જોવાની પણ તસ્તી લીધી નથી જેને લઇ ગઈકાલે વધુ પડતો વરસાદ વરસવાના કારણે આ મકાનની આગળની દીવાલો ધરાશય થઈ અને ધડાકાભેર નીચે પડી હતી સદ નસીબે ત્યાં આગળ રોજ નાના બાળકો રમતા હોય છે પરંતુ વરસાદના કારણે ત્યાં કોઈ હતું નહીં જેને લઇ જાનહાનિ ટળી છે નહીં તો ત્યાં બાળકો હોત અને જાન હાની થઈ હોત તો આનો જવાબદાર કોણ હોત, તે આસપાસના નાગરિકો કહી રહ્યા છે તો સત્વરે આવા મકાનોને તંત્ર ઉપર રહી અને ઉતરાવી લે તે હિતાવત છે. નહીં તો મોટી જાન હાનીની ઘટનાઓ ઘટતા વાર નહીં લાગે...
બાઈટ -મિતેશભાઇ કડિયા (જાગૃત નાગરિક)

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.