પ્રોહીબીશન તથા મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ ત્રણ ઇસમોને તડીપાર કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ
બોટાદ શહેરમાં પ્રોહીબીશનના તથા મારામારીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓ (૧) દિનેશભાઇ કાળુભાઇ જીલીયા ઉ.વ.૩૬ રહે. બોટાદ, ભગવાનપરા, તા.જી.બોટાદ તથા (૨) જીવરાજભાઇ ઉર્ફે ભકુડી કુબેરભાઇ મકવાણા ઉ.વ.૪૨ રહે. બોટાદ તથા (૩) ગીરીશભાઇ કુબેરભાઇ મકવાણા ઉ.વ.પર રહે. બોટાદ, સાળંગપુર રોડ, સવગણનગર તા.જી.બોટાદ નાઓ સતત પ્રોહીબીશન તથા મારામારીના ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય અને સમાજમાં અસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓએ જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ બોટાદની કચેરી તરફ મોકલી આપતા સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ ડી.કે.મજેતર સાહેબ નાઓએ સદરહું ઇસમ નં.(૧) ને ૩ (ત્રણ) માસ માટે તથા ઇસમ નં.(૨),(૩) ને ૬( છ માસ) માસની મુદત માટે બોટાદ જીલ્લાની સમગ્ર હદમાં નહી પ્રવેશવા હુકમ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓની ટીમ દ્વારા સામાવાળા ત્રણેય ઇસમોને વોરન્ટની બજવણી કરી આજ રોજ હદપાર કરવામાં આવેલ છે.
એટ ધીસ ટાઇમ ન્યુઝ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.