જોત-જોતામાં જ ધોવાયા 4 ગામ…:નદીઓમાં પૂર, મૃતદેહો તણાયા, ચારેય બાજુ તબાહી; વાયનાડમાં વરસાદ અને લેન્ડસ્લાઇડનું ભયનાક સ્વરૂપ, PHOTOS
વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. જેમાં 4 ગામ મુંડક્કાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નૂલપુઝા ધોવાઈ ગયા હતા.નદીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ... કેરળના વાયનાડમાં આ તબાહીના દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 50થી વધુ લોકોના મોતની પુષ્ટી થઇ છે. જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. વાયનાડ ઉપરાંત હવામાન વિભાગે આજે કોઝિકોડ, મલપ્પુરમ અને કાસરગોડમાં પણ વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે આજે પણ અહીં ભારે વરસાદની સંભાવના છે. વાયનાડ દુર્ઘટનાના બચાવ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. અહીં ભારે વરસાદને કારણે કોઝિકોડ જિલ્લાના તમામ પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ પર જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ સિવાય તમામ ગ્રેનાઈટ ક્વોરીને અસ્થાયી ધોરણે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે. જુઓ વાયનાડમાં તબાહીના દૃશ્યો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.