ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ:ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, 2નાં મોત, 20 ઘાયલ - At This Time

ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ:ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા, 2નાં મોત, 20 ઘાયલ


​​​​​​ઝારખંડના જમશેદપુરમાં મંગળવારે સવારે 3.43 વાગ્યે મુંબઈ-હાવડા મેલ (12810)ના પાંચ ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. પાટા પરથી ઊતરી ગયેલા ડબ્બા બાજુના ટ્રેક પર ઊભેલી માલગાડી સાથે અથડાયા હતા. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ માલગાડીનો એક ડબ્બો પહેલેથી જ પાટા પરથી ઊતરી ગયો હતો. બીજા ટ્રેક પર આવી રહેલી મુંબઈ-હાવડા મેલના ડબ્બા પણ પાટા પરથી ઊતરી જતા માલગાડી સાથે અથડાયા હતા. મુંબઈ-હાવડા ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. આ અકસ્માત રાજખારસવાન અને બડામ્બો વચ્ચે થયો હતો. ઘાયલોને ચક્રધરપુરની રેલવે હોસ્પિટલમાં લાવવામાં આવી રહ્યા છે. રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ચક્રધરપુર રેલવે ડિવિઝનના વરિષ્ઠ ડીસીએમ આદિત્ય કુમાર ચૌધરીએ જણાવ્યું કે રાહત ટ્રેન અને જિલ્લા વહીવટીતંત્રની તમામ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.