સાબરકાંઠા જીલ્લામાં A-HELP સખી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
સાબરકાંઠા જીલ્લામાં A-HELP સખી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
*******
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર આરસેટી સેન્ટર ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં A-HELP સખી પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા (આરસેટી) હિમતનગર ખાતે , પશુપાલન વિભાગ, ગાંધીનગર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી , નાબાર્ડ વિભાગ દ્વારા ગ્રામીણ SHG મહિલાઓ માટે A-HELP સખીનો ૧૭ દિવસીય પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ તાલીમ કાર્યક્ર્મનો મુખ્ય ઉદેશ્ય પશુપાલન ક્ષેત્રે મહિલાઓ આગળ વધી આત્મનિર્ભર થાય તે માટે A-HELP પશુ સખી તૈયાર કરવામાં આવશે. સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સાબરકાંઠા જીલ્લાનાં ગ્રામ્ય લેવલે દરેક પશુ પાલક બહેનોને પશુ પાલનમાંથી આજીવિકા વધારવા માટે પશુઓમા આવતા રોગોનું નિયંત્રણ કરવું તેમજ પશુ સંવર્ધનને લગતું માર્ગદર્શન આપવાની કામગીરી કરશે. આમ આ પ્રશિક્ષણ થકી નિપુણ બનેલ મહિલાઓ ગ્રામ્ય લેવલે પશુ સખી તરીકેની કામગીરી કરી પોતાની તથા ગામની અન્ય મહિલાઓની આજીવિકા વધારવા મદદરૂપ થશે.
આ તાલીમના ઉદ્ઘાટન પ્રસંગે માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વ્હોરા સાહેબ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જાનવી, ડે. ડાયરેક્ટર ICDP વિભાગમાંથી ડો. માલવિયા, નાબાર્ડનાં ડીડીએમશ્રી મનોજ, આરસેટી ડાયરેક્ટરશ્રી તુષાર પ્રજાપતિ, વિષય નિષ્ણાંત ડો. મનીષ પટેલ અને ડો. ડી.એ.પટેલ તેમન ગ્રામ વિકાસ એજન્સી અને આરસેટી સંસ્થાના કર્મચારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.