ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર બોટાદ જિલ્લામાં પ્રતિબંધ
સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા.૦૫/૦૯/૨૦૨૩ ના પરિપત્રથી સુચના આપવામાં આવી છે. જે અંતર્ગત પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા કે વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે ,ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. આથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પદ્ધતિ ન અપનાવવા અને ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપના વેચાણ ઉપર બોટાદ જિલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. બોટાદ જિલ્લામાં ઉંદર પકડવા માટેની વિવિધ સાધન સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.