ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા બનાવેલા ત્રણ ચેકડેમોની મુલાકાત લેતા એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઈ શાહ
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા બનાવેલા ત્રણ ચેકડેમોની મુલાકાત લેતા એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઈ શાહ
‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા 11,111 ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ
રાજકોટ સૌરાષ્ટ્ર, ગુજરાતમાં અલગ-અલગ જીલ્લામાં ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા ૨૦૦ થી વધુ ચેકડેમ રિપેરિંગ, ઊંડા અને ઊંચા કરવા તેમજ નવા બનાવવામાં આવ્યા છે. રાજકોટ શહેરની આજુબાજુ ૧૧ જેટલા ચેકડેમો બનાવેલા છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકયેલ છે તેમજ આર્થિક દ્રષ્ટીએ જોઈએ તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે. આ સાથે પશુ, પક્ષી અને જીવજંતુ સર્વેની રક્ષા થઈ રહી છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧૧૧૧૧ ચેકડેમો તૈયાર કરવાનો તેમજ બોર રીચાર્જ કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
વર્તમાન ચોમાસાનાં સમય દરમિયાન ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં ઘણા ચેકડેમો ઓવરફ્લો થયા છે. એનિમલ વેલ્ફેર બોર્ડનાં સભ્ય અને સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઈ શાહે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા બનાવેલા ચેકડેમોની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’નાં પ્રમુખ દિલીપભાઈ સખિયા, મિત્તલ ખેતાણી, પ્રતિક સંઘાણી, વીરાભાઈ હુંબલ, દિનેશભાઈ પટેલ, રમેશભાઈ જેતાણી, પરેશભાઈ જોશી, હર્ષભાઈ, વિઠલભાઈ બાલધા, કુમારપાળ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. ગિરીશભાઈ શાહે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ને ભવિષ્યમાં વધુમાં વધુ સારું કામ કરવાની પ્રેરણા આપી હતી અને જરૂર પડે ત્યારે પોતે પણ મદદ કરશે તેવી જાણ કરી હતી.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.