પારદર્શી વહીવટ માટે બનાવેલ આર ટી આઈ નો પાંગળો અમલ વિશ્વ ની સોથી મોટી લોકશાહી લોકપાલ માટે લબડતી રહી પણ પારદર્શી લોકપાલ આંદોલન પછી મળ્યા ? કેગ નાં અહેવાલ માં અબજો કરોડો નાં વાંધા પારા ચેતવણી પછી દરકાર લેવાય છે ? દરેક રાજકીય પાર્ટી ઓનો ટ્રેડ રેકોર્ડ પ્રોટોકોલ નીતિ ઓ ચોર નો ભાઈ ધંટી ચોર - At This Time

પારદર્શી વહીવટ માટે બનાવેલ આર ટી આઈ નો પાંગળો અમલ વિશ્વ ની સોથી મોટી લોકશાહી લોકપાલ માટે લબડતી રહી પણ પારદર્શી લોકપાલ આંદોલન પછી મળ્યા ? કેગ નાં અહેવાલ માં અબજો કરોડો નાં વાંધા પારા ચેતવણી પછી દરકાર લેવાય છે ? દરેક રાજકીય પાર્ટી ઓનો ટ્રેડ રેકોર્ડ પ્રોટોકોલ નીતિ ઓ ચોર નો ભાઈ ધંટી ચોર


પારદર્શી વહીવટ માટે બનાવેલ આર ટી આઈ નો પાંગળો અમલ

વિશ્વ ની સોથી મોટી લોકશાહી લોકપાલ માટે લબડતી રહી પણ પારદર્શી લોકપાલ આંદોલન પછી મળ્યા ?

કેગ નાં અહેવાલ માં અબજો કરોડો નાં વાંધા પારા ચેતવણી પછી દરકાર લેવાય છે ?

દરેક રાજકીય પાર્ટી ઓનો ટ્રેડ રેકોર્ડ પ્રોટોકોલ નીતિ ઓ ગમે એટલી સારી હોય પણ ચોર નો ભાઈ ધંટી ચોર

દેશ માં પંચાયત થી લઇ પાર્લામેન્ટ સુધી પારદર્શી વહીવટ માટે બનાવેલ રાઈટ ટુ ઇન્ફર્મેશન એક્ટ ૨૦૦૫ માં દેશ ની આમ જનતા જાણી શકે તેવા ઉજળા અભિગમ સાથે બનાવેલ કાયદો ઇરાદા પૂર્વક ભ્રષ્ટાચાર ને અનુમોદન મળે તે માટે સંશોધન નાં નામે વર્તમાન સરકારે ખોટી અરજી ઓ કે તોડતાડી કે તંત્ર ને દબાવવા દૂર ઉપિયોગ થતો હોવા નું કારણ આગળ ધરી પાંગળો બનાવી દિધો જાણી જોઈ ને આ કાયદા હેઠળ આમ નાગરિક ને મળેલ અધિકાર ઉપર કાતર ફેરવાઈ રહી છે વિવિધ નિયત નમુના ઓ જવાબદારી ની ફેંકાફેંકી કરવી બીજા વિભાગ માં તબદીલ કરવી અપીલ કે અન્ય કારણો આપી ઓફિશિયલી સિક્રેટ એકટ કે ગુપ્તતા કારણો આપી અધૂરી કે ચાવી રૂપ માહિતી કોઈ પણ રીતે ન આપવા નું હાથવગુ હથિયાર બનાવી દેવાયો દેશ નાં જાહેર હિસાબ અહેવાલ માટે કામ કરતી કેગ દ્વારા અનેક ચેતવણી ઓ પછી દરકાર લેવાય છે ખરી ? કરોડો અબજો નાં ગોટાળા વાંધા પારા ઓ દુરસ્ત કરાય છે ખરા ? સરકારી યોજના પાછળ ફાળવેલ બજેટ કે બુનિયાદી સુવિધા રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ કલ્યાણકારી યોજના ઓ પરિવહન વિવિધ અભિયાનો પાછળ કરોડો ની રકમ વપરાય છે કે નહિ તે જોવા માટે અકસીર ઈલાજ સમો આ કાયદો ભ્રષ્ટ તંત્ર દ્વારા પાંગળો બનાવી દેવાયો છે પંચાયત માં ચાલતા આર્થિક વહીવટ વહેવાર વિકાસ કામો ની પારદર્શિતા આમ પણ જાહેર ચોરા ચાવડી ઉપર પ્રસિદ્ધ કરવાની જાહેર વિતરણ વ્યવસ્થા માં ફળવાતો
અન્ન પુરવઠો સહિત પ્રદર્શિત કરવાની જોગવાઈ હોય કે આમ પ્રજા નાં અધિકારો હમેશા ભ્રષ્ટ તંત્ર દ્વારા જ ઉલ્લાળીયો કરાય રહ્યો છે પ્રમાણિક પ્રશાસનિક વ્યવસ્થા હવે માત્ર પુસ્તકો માં વાંચવા સાંભળવા મળે તેમ ઇતિહાસ કથા ઓ બની રહેશે આમ પણ નફ્ફટ નેતા ઓનો ટ્રેડ રેકોર્ડ ભરોસા પાત્ર નથી જેટલો વધુ ભ્રષ્ટ બની વધુ ક્રિમીનલ એટલી વધુ વેલ્યુ એટલો તેનો ટ્રેડ રેકોર્ડ સારો દરેક રાજકીય પાર્ટી ઓનો પ્રોટોકોલ આદર્શ નીતિ ભલે સારી બનાવેલ હોય પણ અમલ કરવા માટે નહિ આચરણ નો અભાવ પ્રજા નાં કર નાં પૈસા માંથી ગ્રાન્ટ મેળવી પોતા ના નામે બાંકડા મુકાવી વાહવાહી કરતા નેતા ઓનો રેડ રેકોર્ડ ભરોસા પાત્ર નથી જે સરકારી ગ્રાન્ટ પ્રજા નાં કર માંથી મેળવી તે ગ્રાન્ટ માંથી ચાલતા વિકાસ કામો હોય કે બુનિયાદી સુવિધા ઓ જાણવાનો પ્રજા ને કાયદા થી મળેલ હકક અધિકાર ઉપર ભ્રષ્ટ તંત્ર ની કાતર કેટલી વ્યાજબી ? માનવ અધિકાર નું પ્રયોજન હેતુ કેટલો સુંદર હશે ? જ્યાં સામાન્ય વ્યક્તિ ઓની મહત્તા નથી ત્યાં વળી માનવ અધિકાર કેવો ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.