માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્રારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ કુલ ૨૬ મોબાઈલ મુળ માલિકને પરત કરાયા - At This Time

માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્રારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ કુલ ૨૬ મોબાઈલ મુળ માલિકને પરત કરાયા


મહે જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.વી.કોડીયાતર સાહેબ દ્વારા સરકારશ્રી દ્રારા પબ્લીકના ગુમ અથવા ચોરી થતા મોબાઇલ ફોન શોધવા માટે CEIR નામનુ પોર્ટલ વિકસાવવામાં આવેલ જે પોર્ટલની મદદથી ગુમ થયેલ થયેલ મોબાઈલો શોધી કાઢી મોબાઈલ મુળ માલીકને પરત સોંપી પ્રજાજનોને ન્યાય આપવા તેમજ પ્રજાલક્ષી લોકસેવાના કાર્યો કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક થાય તેવી કામગીરી કરવા સુચનો થઇ આવેલ.

જે અનુંસંધાને પબ્લીકના ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન CEIR નામના પોર્ટલના માધ્યમથી શીલ પોલીસ સ્ટેશનના ૮-મોબાઇલ ફોન તથા ચોરવાડ પોલીસ સ્ટેશનના ૯ મોબાઇલ ફોન તથા માળીયા હાટીના પોલીસ સ્ટેશનના ૬- મોબાઈલ ફોન તથા માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના ૩ મોબાઈલ ફોન મળી માંગરોળ ડીવીઝનના કુલ ગુમ થયેલ ૨૬ મોબાઇલ ફોન પરત શોધી કાઢી મોબાઇલ ફોન આજરોજ તા.૨૯/૦૭/૨૪ ના રોજ "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મુળ માલીકને પરત સોંપી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરેલ છે.

CEIR પોર્ટલ હેઠળ સારી કામગીરી કરનાર પોલીસ કોન્સ. અરવિંદભાઈ માધાભાઈ ગોહેલ, શીલ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ. કિરીટસિંહ ધીરૂભાઈ કામળીયા, માંગરોળ મરીન પોલીસ સ્ટેશન તથા પો.કોન્સ. કિંજલબેન રામભાઈ શામળા, ચોરવાડ પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ. વિજયભાઈ મેઘાભાઈ બાબરીયા, માળીયા હાટીના પોલીસ સ્ટેશનનાઓ એ કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.