પોરબંદરમાં કુદરતી અને માનવસર્જિત આફતમાં બચાવ કામગીરી માટે 250 થી વધુ યુવક યુવતીઓની ફૌજ થશે તૈયાર
*પોરબંદરમાં કુદરતી અને માનવસર્જિત આફતમાં બચાવ કામગીરી માટે 250 થી વધુ યુવક યુવતીઓની ફૌજ થશે તૈયાર*
*ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા અપાશે તાલીમ: બચાવ કામગીરી શીખવાડવાની સાથોસાથ ઈલેક્ટ્રીક કામ, પ્લમ્બિંગ, સ્વિમિંગ વગેરે માટે પણ નિષ્ણાતો આપશે માર્ગદર્શન: ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઝિક તાલીમમાં જોડાવા શહેરીજનોને થઈ અપીલ*
હાલમાં પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્રએ અનુભવ્યું છે કે વધુ પડતા વરસાદને લીધે અને કુદરતી આફત જેવી પરિસ્થિતિમાં લોકોને બચાવ કામગીરી કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને તે માટેના જો પદ્ધતિસરના નિષ્ણાંત અને તાલીમબધ્ધ યુવક યુવતીઓ તૈયાર હોય તો સારી રીતે આ કામ પાર પાડી શકાય તેથી પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ચેરમેન અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પોરબંદર શાખાના તાલુકાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા એ જણાવ્યું હતું કે કુદરતી હોય કે કૃત્રિમ કોઈપણ આફત ને આપણે રોકી શકતા નથી પરંતુ તે સમયે શું કરવું જોઈએ? તેમજ શું ના કરવું જોઈએ? તેની તાલીમ લીધેલ હોય તો નુકશાનમાં ચોક્કસ ઘટાડો કરી શકાય છે. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા દ્વારા સમગ્ર ગુજરાત માં આવી તાલીમો સ્વયંસેવકો માટે યોજવામાં આવે છે જેઓ આફતના સમયે પોતાનું તેમજ આજુબાજુ ના લોકોનોબચાવ કરી શકે છે.
ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ માટે વિવિધ પ્રકારના નિષ્ણાંતો ટીમ નો હિસ્સો બને છે જેમાં ડોક્ટર, એન્જિનિયર, પ્રાથમિક સારવાર જાણકાર, ફાયર ના જાણકાર તેમજ વિવિધ સામાજિક સંસ્થઓના કાર્યકરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ નો હિસ્સો બને છે.
ખાસ કરીને શોધ અને બચાવ, આગ અકસ્માત ના બનતા બનાવો, ઇમરજન્સી પ્રાથમિક સારવાર તેમજ રાહત કામગીરી વિશે વિશેષ તાલીમ આપવામાં આવે છે ત્યારે આ પ્રકારની વિશેષ તાલીમનું પોરબંદરમાં આયોજન કરવામાં આવનાર છે.
જેમાં એક દિવસની તાલીમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની બેઝિક તાલીમ આપવામાં આવશે ફાયર સેફટી, સીપીઆર,પુર અને આગ જેવી પરિસ્થિતિમાં બચાવ કામગીરી, અકસ્માત સમયે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી વગેરે તમામ નિદર્શન પણ કરવામાં આવશે. કુદરતી આફતને રોકી શકાતી નથી પરંતુ તેમાં થતી નુકસાનીને ડિઝાસ્ટર દ્વારા ચોક્કસ અટકાવી શકાય છે તેમ જણાવીને આ માટેના બેઝિક એક દિવસના તાલીમ કોર્સમાં સહુને જોડાવા માટેની અપીલ રામદેવભાઈ મોઢવાડિયા એ કરી છે .
વધુ માહિતી માટે રામદેવભાઈ મોઢવાડિયા ના મોબાઈલ નંબર ૯૮૨૫૨ ૧૦૧૩૭, પ્રવીણભાઈ ખોરાવા ના મોબાઈલ નંબર ૯૨૬૫૯ ૮૨૩૧૩ તથા ધર્મેશભાઈ પરમાર ના મોબાઈલ નંબર ૯૮૨૫૩ ૪૭૫૪૬ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.