દિલ્હી IAS કોચિંગ દુર્ઘટનામાં ધડ માથા વગરની વાત:સ્પીડમાં ગાડી હંકારતાં પાણીનું પ્રેશર વધ્યું, કારચાલક સહિત 8 અરેસ્ટ; MCD વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન - At This Time

દિલ્હી IAS કોચિંગ દુર્ઘટનામાં ધડ માથા વગરની વાત:સ્પીડમાં ગાડી હંકારતાં પાણીનું પ્રેશર વધ્યું, કારચાલક સહિત 8 અરેસ્ટ; MCD વિરુદ્ધ ભાજપનું પ્રદર્શન


દિલ્હીના જૂના રાજેન્દ્રનગરમાં રાઉ આઇએએસ કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાઈ જવાને કારણે ત્રણ વિદ્યાર્થીનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. પોલીસે રવિવારે આ કેસમાં કોચિંગના માલિક અને સંયોજકની ધરપકડ કરી હતી. પોલીસે આજે સોમવારે કહ્યું હતું કે આ કેસના સંબંધમાં વધુ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, AAP હેડક્વાર્ટર પાસે ભાજપે પ્રદર્શન કર્યું. જોકે MCDમાં AAPની બહુમતી છે. ભાજપે આરોપ લગાવ્યો કે MCDની બેદરકારીને કારણે આ ઘટના બની. કાર્યકર્તાઓને રોકવા માટે દિલ્હી પોલીસે વોટર કેનન ચલાવી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાં તે વ્યક્તિ પણ છે, જેણે કોચિંગ ક્લાસની સામે ઝડપથી કાર હંકારી હતી. એવું લાગે છે કે કાર ઝડપથી ચલાવવાને કારણે પાણીનું દબાણ વધી ગયું અને બેઝમેન્ટનો ગેટ તૂટી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પછી ભોંયરામાં બનેલી લાઇબ્રેરીમાં પાણી ભરાઈ ગયું અને વિદ્યાર્થીઓ ડૂબવા લાગ્યા. બીજી તરફ, જૂના રાજેન્દ્રનગરમાં નાળાની આસપાસથી બુલડોઝર વડે અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. એ જ સમયે MCDએ જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયરને પણ બરતરફ કર્યા છે. આ સિવાય કોચિંગના વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે MCD અને પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. ભોંયરામાં 3 મિનિટમાં 12 ફૂટ પાણી ભરાઈ ગયું હતું 6 પોઈન્ટમાં સમજો કેવી રીતે ડૂબ્યા વિદ્યાર્થીઓ મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો
કોચિંગ અકસ્માત અંગે રાષ્ટ્રીય પ્રવાસી મંચની અરજીમાં વિદ્યાર્થીઓની સલામતી માટે માર્ગદર્શિકા બનાવવા અને અકસ્માતના કિસ્સામાં યોગ્ય વળતર આપવાની માગ કરવામાં આવી છે. અરજીકર્તાએ પીઆઇએલમાં દિલ્હી સરકાર, એમસીડી અને રાઉ આઈએએસ કોચિંગને પક્ષકાર બનાવ્યા છે, જેમાં હાઈકોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ ઘટનાની તપાસ કરાવવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને માર્ગદર્શિકા બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે. MCDએ કહ્યું- લાઇબ્રેરી ગેરકાયદે, માત્ર બેઝમેન્ટમાં સ્ટોરેજની મંજૂરી હતી 2021માં MCD વતી રાઉ IAS કોચિંગ સેન્ટરને MCD દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. એમાં કહેવામાં આવ્યું છે કે ભોંયરામાં માત્ર સ્ટોરેજની મંજૂરી છે. ત્યાં કોઈ વ્યાવસાયિક પ્રવૃત્તિ કરી શકાતી નથી. ઘટના બાદ MCDએ કહ્યું હતું કે કોચિંગ સેન્ટરમાં લાઇબ્રેરી ગેરકાયદે રીતે ચલાવવામાં આવી રહી હતી. બિલ્ડિંગ પ્લાન અને ફાયરબ્રિગેડના એનઓસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે બેઝમેન્ટનો ઉપયોગ પાર્કિંગ અને સ્ટોર રૂમ માટે કરવામાં આવશે. ઘટનાથી અત્યારસુધીની કાર્યવાહી 1. માલિક અને સંયોજક સહિત 7 લોકોની ધરપકડ
કોચિંગના માલિક અભિષેક ગુપ્તા અને સંયોજક દેશપાલ સિંહની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ઘટના અંગે BNSની કલમ 105, 106 (1), 152, 290 અને 35 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સિવાય 5 અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. 2. દિલ્હી સરકારે મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ આપ્યો
દિલ્હી સરકારના મંત્રી આતિશીએ મુખ્ય સચિવ નરેશ કુમારને મેજિસ્ટ્રિયલ તપાસ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે આ બાબતે વહેલી તકે અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો. 3. એલજી સક્સેનાએ ડિવિઝનલ કમિશનર પાસેથી રિપોર્ટ માગ્યો
એલજી વીકે સક્સેનાએ ડિવિઝનલ કમિશનરને તપાસનો આદેશ આપ્યો હતો. એલજીએ કહ્યું- એવું લાગે છે કે બેઝિક મેઇન્ટેનન્સ સિસ્ટમ ફેઇલ થઈ ગઈ છે. વિભાગીય કમિશનર મંગળવાર સુધીમાં રિપોર્ટ રજૂ કરશે. 4. ભોંયરામાં કોચિંગ ચલાવનારાઓ સામે કાર્યવાહી
દિલ્હીના મેયર શેલી ઓબેરોયે એમસીડી કમિશનરને આદેશ આપ્યો હતો કે એ તમામ કોચિંગ સેન્ટરો સામે પગલાં લેવામાં આવે, જે ભોંયરામાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યાં છે. આ દુર્ઘટના માટે જવાબદાર MCD અધિકારીઓની તાત્કાલિક તપાસ થવી જોઈએ. 4. MCDએ બેઝમેન્ટમાં ચાલતાં 13 કોચિંગ સેન્ટરોને સીલ કર્યાં
MCDએ બેઝમેન્ટ્સમાં ગેરકાયદે રીતે ચાલતાં 13 કોચિંગ સેન્ટરને સીલ કર્યાં છે તેમજ સંસ્થાઓ પર નોટિસો ચોંટાડી તેમના જવાબ માગવામાં આવ્યા છે. રવિવારે સાંજે દિલ્હી નગરપાલિકાએ જૂના રાજેન્દ્ર નગરમાં ત્રણ ભોંયરાને તાળાં મારી દીધાં હતાં, જ્યાં રાઉ આઈએએસ જેવી ઘટનાઓ બનવાની શક્યતા હતી. વિદ્યાર્થીઓના પ્રદર્શનની તસવીરો... વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને મળવા આવી સ્વાતિ માલીવાલ, વિદ્યાર્થીઓએ કહ્યું- સ્વાતિ પાછાં જાઓ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.