જેસરમાં પ્રાકૃતિક કૃષિ મહિલા તાલીમમાં ૧૦૦ થી વધુ બહેનો જોડાયા - At This Time

જેસરમાં પ્રાકૃતિક કૃષિ મહિલા તાલીમમાં ૧૦૦ થી વધુ બહેનો જોડાયા


જેસરમાં પ્રાકૃતિક કૃષિ મહિલા તાલીમમાં ૧૦૦ થી વધુ બહેનો જોડાયા

તાલીમમાં આસપાસ ગામના બહેનોએ સંખ્યામા ઉપસ્થિત રહીને રસ પૂર્વક ભાગ લીધો

જેસરમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજીત પ્રાકૃતિક કૃષિ મહિલા તાલીમ ગૌપ્રેમી વિજયભાઈ પરસાણાની પરસણા ગૌ હવેલી ખાતે યોજાઇ હતી. જેમાં આસપાસ ગામના ૧૦૦ થી વધુ બહેનો જોડાઈને રસ પૂર્વક તાલીમમા ભાગ લીધો હતો.

જેમાં ખાસ કરીને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડો. કે. એસ. કારેથા, આત્મા અધિકારી અજીતસિંહ ગોહિલ, ગૌ પ્રેમી વિજયભાઈ પરસાણા અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂત નરવણસિંહ ગોહિલ અને યોગેશભાઈ પંડ્યા, એન.આર.એલ.એમ વિભાગમાંથી રાજપાલસિંહ સરવૈયા, હર્ષિતાબેન ગોટી અને હિરલબા સરવૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ડો. કે. એસ. કરેથા દ્વારા સુંદર મજાની પ્રાકૃતિક ખેત પેદાશનું મૂલ્યવર્ધન અને માર્કેટીંગ વિશે જણાવવામાં આવ્યું હતા. ગૌ ભક્ત વિજયભાઈ પરસાણા દ્વારા ગૌ માતાનું ખેતીમાં મહત્વ અને ગાય ના ગોબર અને ગૌમૂત્ર વિશે વિશેષ માહિતી આપી હતી. આ ઉપરાંત યોગેશભાઈ પંડ્યા દ્રારા પ્રાકૃતિક ખેત પેદાશના મૂલ્યવર્ધન અને પેકેજીંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. નરવણસિંહ ગોહિલ દ્વારા પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંત અને મોડેલ ફાર્મ વિશે માહિતી આપી હતી.

કાર્યક્રમ નું સંચાલન અજીતસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ છેલ્લે પ્રશ્નોત્તરી સાથે આભારવિધી કરી તાલીમ પૂર્ણ થઈ હતી.

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.