ગારીયાધાર શહેરના જુના બેલા રોડ વિસ્તારના લોકો રોડ રસ્તા અને ગટરનાં પાણીથી ત્રાહીમામ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન
ગારીયાધાર શહેરના જુના બેલા રોડ વિસ્તારના લોકો રોડ રસ્તા અને ગટરનાં પાણીથી ત્રાહીમામ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન
ગારીયાધાર શહેરમાં જુના બેલા રોડ વિસ્તારના લોકો ઘણા સમયથી પાયાની સુવિધાથી વંચિત હોય તંત્રને વારવાર રજુઆત કરવા છતાં માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે
આ વિસ્તારમાં ૨૦૨૩મા રોડનું ખોદકામ કરાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે ત્યારે આજ સુધી આ વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
તંત્રને વારવાર રજુઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપી વાયદા કરી રહ્યા હોય
ત્યારે હાલ ચોમાસાની રૂતુ ચાલી રહી હોય અહીંના સ્થાનિક લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી છે રોડ પર ખાડા ખડીયાની હિસાબે કાદવ કીચડ પાણીનો ભરાવો થતાં મચ્છરજન્ય રોગચાળો થવાની પુરેપુરી સંભાવના રહે છે નાના બાળકોને પણ ભણવા જવામાં ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હોય ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન નહીં પરંતુ રોગચાળો વકરે તે પહેલાં તાત્કાલિક આ વિસ્તારના રહીશોના પ્રશ્નનું નિરાકરણ લાવવુ જોઇએ
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.