કોડીનાર તાલુકાના કરેડા ગામે મફત પ્લોટ વિસ્તાર ની પેશ કદમી દૂર કરવા માં આવી... તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવા માં આવી - At This Time

કોડીનાર તાલુકાના કરેડા ગામે મફત પ્લોટ વિસ્તાર ની પેશ કદમી દૂર કરવા માં આવી… તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવા માં આવી


કોડીનાર તાલુકાના કરેડા ગામ માં મફત પ્લોટ વિસ્તાર માં વ્યાપક પેશ કદમી થઈ હોવાનું અરજી કરવા માં આવી હતી.આ અનુસંધાને માનનીય કલેકટર સાહેબ ના સૂચના મુજબ તાલુકા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા આ પેશ કદમી દૂર કરવા માં આવી હતી.
તા.૨૭/૭/૨૦૨૪ ના રોજ કોડીનાર તાલુકા ના કરેડા ગામ મુકામે અરજદારશ્રી માલાભાઈ સવદાસભાઈ વાઢેળની જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કરેલ અરજીની ટૂંકી વિગત એવી છે કે કરેડા ગામ મુકામે મફત પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર આવેલ બિનઅધિકૃત ઓટીઓ,દીવાલ, શૌચાલય/બાથરૂમ તેમજ મકાનની સીડી જેવા બાંધકામ કરી દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ તેવી રજુઆત કરવા માં આવી હતી.
આ અનુસંધાને તા.૨૫/૭/૨૦૨૪ ના રોજ મળેલ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણની બેઠકમાં માન કલેકટર સાહેબશ્રી ગીર સોમનાથ/માન. જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી ગીર સોમનાથની મળેલ સૂચના અન્વયે તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તમામ બિનઅધિકૃત દબાણ ગ્રામ પંચાયત કરેડા સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી કરેડા,તાલુકા વિકાસ અધિકારીશ્રી કોડીનાર તથા તેમની ની ટીમ દ્વારા કુલ ૪૯૨ ચો.મી જમીન તથા અંદાજીત રૂ/૨૪૬૦૦૦ ની કિંમતનું દબાણ દૂર કરવામાં આવ્યું.

રિપોર્ટર શબ્બીર સેલોત કોડીનાર
9824884786
9724884786


+919824884786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.