કાલાવડ રોડ સહિતનાં જુદા-જુદા વિસ્તારમાંથી બે યુવતીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ
રાજકોટ શહેરનાં કાલાવડ રોડ સહિતનાં જુદા-જુદા વિસ્તારમાંથી બે યુવતિઓ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં સાયપર ગામનાં આંબેડકર હોલ સામે રહેતી 22 વર્ષીય કૈલાશબેન પરમાર નામની યુવતિ 25 જુલાઈ 2024નાં રોજ 10 વાગ્યે ઘરે કોઈને કશું કહ્યા વિના જતી રહી હતી. પરિવારે મિત્રો અને સંબંધીઓ પાસે શોધખોળ કરવા છતાં તેની ભાળ નહીં મળતા કુવાડવા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે. તો બીજા બનાવમાં કાલાવડ રોડ નજીક આવેલી કણસાગરા કોલેજ ખાતેથી 19 વર્ષીય ખુશી તુષારભાઈ અજાગીયા નામની યુવતી ગઈકાલે કોઈને કશું કહ્યા વિના ચાલી ગઈ હતી. ખૂબ શોધખોળ કરવા છતાં તેનો પતો નહીં લાગતા પિતાએ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે બંને યુવતીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.