મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં સહભાગી થયા હતા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હી ખાતે યોજાયેલી નીતિ આયોગની નવમી ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં સહભાગી થયા હતા તેમજ ગુજરાતની વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિની સાથોસાથ 'વિકસિત ભારત @ 2047'ના માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ના ધ્યેયમંત્ર સાથે રાજ્ય સરકાર દ્વારા ‘અર્નિંગ વેલ’ અને ‘લિવિંગ વેલ’ ના બે મુખ્ય પિલર પર આધારિત
'ગુજરાત @ 2047' ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન (GRIT)ની સ્થાપના કરવાની નેમ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની વર્તમાન સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝન માટેના નક્કર આયોજનોની વિસ્તૃત ભૂમિકા આપી હતી તેમજ માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા વિકસિત ભારત માટે ગ્રીન ગ્રોથના વિચારને ગુજરાત આગળ ધપાવી રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.