ટ્રમ્પે કહ્યું- મને મત આપશો તો ફરીથી ચૂંટણી નહીં થાય:હું બધું સારું કરી દઈશ, વિપક્ષના નેતાએ કહ્યું- ટ્રમ્પ તાનાશાહ છે, લોકતંત્રનું ગળું દબાવી દેશે - At This Time

ટ્રમ્પે કહ્યું- મને મત આપશો તો ફરીથી ચૂંટણી નહીં થાય:હું બધું સારું કરી દઈશ, વિપક્ષના નેતાએ કહ્યું- ટ્રમ્પ તાનાશાહ છે, લોકતંત્રનું ગળું દબાવી દેશે


​​​​​​અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો અમેરિકન ખ્રિસ્તીઓ નવેમ્બરમાં મને મત આપશે, તો તેઓએ ફરી ક્યારેય મત આપવાની જરુર પડશે નહીં. ફ્લોરિડામાં એક કંજર્વેટિવ જૂથના એક કાર્યક્રમને સંબોધતા ટ્રમ્પે કહ્યું કે જો હું રાષ્ટ્રપતિ બનીશ તો બધું ઠીક કરી દઈશ. પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું, "ખ્રિસ્તીઓએ તેમના ઘરોમાંથી બહાર નીકળીને મતદાન કરવું પડશે. આ પછી, હું આગામી 4 વર્ષમાં બધું સારુ કરી દઈશ. 4 વર્ષ પછી, તેઓએ ફરીથી મતદાન કરવા આવવાની જરૂર પડશે નહીં. દેશમાં બધું સારું થઈ જશે. ટ્રમ્પે કહ્યું કે તેઓ પોતે ખ્રિસ્તી ધર્મમાં માને છે અને તમામ ખ્રિસ્તીઓને ખૂબ પ્રેમ કરે છે. ચૂંટણી બાદ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ છોડશે નહીં
ટ્રમ્પના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ટ્રમ્પ પોતાને અમેરિકાનો તાનાશાહ જાહેર કરવા માગે છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ તેઓ અમેરિકામાં ફરીથી ચૂંટણી નહીં થવા દે અને પોતે આ પદ પર યથાવત રહેશે. ટ્રમ્પના આ નિવેદન પર ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલા એડમ શિફે કહ્યું, "આ એ વાતનો પુરાવો છે કે દેશની આ ચૂંટણીમાં લોકશાહી દાવ પર છે. જો આપણે તેને બચાવવી હોય તો તાનાશાહી વિરુદ્ધ મતદાન કરવું પડશે. જો ટ્રમ્પ ચૂંટાયા, તો દેશની ચૂંટણી પ્રક્રિયા પોતે જ ખતમ કરી દેશે, તેમનું નિવેદન દેશના લોકો માટે ભયાનક છે. 'જો હું રાષ્ટ્રપતિ બનીશ તો એક દિવસ માટે તાનાશાહ બનીશ'
આ પહેલા ગયા વર્ષે 7 ડિસેમ્બરે એક ઈન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનીશ તો તેઓ એક દિવસ માટે તાનાશાહ બની જશે. આ દિવસે તેઓ મેક્સિકોની સરહદ બંધ કરવાની અને ઓઇલ ડ્રિલિંગને મંજૂરી આપશે. ટ્રમ્પે આ નિવેદન ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશતા રોકવાને લઈને આપ્યું હતું. આ સિવાય ટ્રમ્પ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર પણ ઘણી વખત આવા નિવેદન આપી ચૂક્યા છે. ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે આ લોકો અમેરિકાના નાગરિક નથી. આ આપણા દેશ પર આક્રમણ છે. જો જરૂર પડશે તો ગેરકાયદેસર પ્રવાસીઓને હટાવવા માટે સેના પણ તહેનાત કરવામાં આવશે. 'ગેરકાયદેસર પ્રવાસીઓ એલિયન્સ છે, તેઓ તમને ખાઈ જશે'
આ સિવાય રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થયા બાદ ટ્રમ્પે 92 મિનિટનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ એલિયન્સ છે. તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે નોકરીઓ હડપ કરી રહ્યા છે. ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સની સરખામણી ફિલ્મી દુનિયાના મોન્સટર્સ સાથે કરી હતી અને કહ્યું હતું કે તેઓ તમને ખાઈ જશે. જણાવીએ કે 13 જુલાઈના રોજ જ્યારે ટ્રમ્પ પર હુમલો થયો ત્યારે પણ તેઓ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ બોલી રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.