સુપ્રીમકોર્ટેના આદેશ મુજબ ત્રણ હજાર દિવ્યાંગ બાળકોના શિક્ષકોની સ્પે. એજ્યુકેટર તરીકે ભરતી કરવા ટિમ ગબ્બરની માંગ - At This Time

સુપ્રીમકોર્ટેના આદેશ મુજબ ત્રણ હજાર દિવ્યાંગ બાળકોના શિક્ષકોની સ્પે. એજ્યુકેટર તરીકે ભરતી કરવા ટિમ ગબ્બરની માંગ


સુપ્રીમકોર્ટેના આદેશ મુજબ ત્રણ હજાર દિવ્યાંગ બાળકોના શિક્ષકોની સ્પે. એજ્યુકેટર તરીકે ભરતી કરવા ટિમ ગબ્બરની માંગવિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના કાંતિભાઈ ગજેરા એડવોકેટ સુરત તથા વિસાવદરના સ્થાનિક એડવોકેટ નયનભાઈ જોશી દ્વારામુખ્યમંત્રીશ્રી,
શિક્ષણમંત્રી,કેબિનેટ,શિક્ષણ સચિવ, પ્રાથમિક શિક્ષણનિયામકશિક્ષણવિભાગ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીકલેકટર તમામજિલ્લા શહિતનાને રજુઆત કરી જણાવેલ છે કે,નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ત્રણ હજાર જેટલા દિવ્યાંગ બાળકોના શિક્ષકો તરીકે ભરતી કરવા આદેશ થયેલો હોય અને તે મુજબ સ્પે.ટેસ્ટ લેવામાં આવેલી જેમાં એલિઝેબલ બે હજાર લોકોએ પરીક્ષા આપેલી જેમાં ૧૮૮ ઉમેદવાર પાસ થયેલા જેમાં ઓવરએઇઝના કારણે ઘણા ઉમેદવારો અરજી કરવાથી વંચિત રહેલ વિધાસહાયક ભરતી પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અરજીઓ મગાવેલી જેમાં ૧૩૯ ઉમેદવારો નું ફાઇનલ મેરીટ લિસ્ટ મુજબ ઉમેદવારોને તા.૨૦/૦૭/૨૪ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા જેમાં જાતિવાઇઝ,કેટેગરી વાઇઝ ભરતી બહાર પાડેલી તેના કારણે ૩૪ ઉમેદવારોને જિલ્લાની પસંદગી મળેલી નથી અને ૧૦૫ની પસંદગી થયેલ જ્યારે બાકી રહેતા ૩૪ લોકોની પ્રત્યે આ સંવેદનશીલ સરકાર સહાનુભૂતિ દાખવી નિયમમાં છૂટછાટ કરે તો ગમે તે જિલ્લામાં છૂટછાટ આપી શકાય તેમ હોય તેમજ બિન અનામતની ઘણી જગ્યાઓ ખાલી રહેલ હોય તે જગ્યાઓ બાકી રહેલા ૩૪ અનામત ઉમેદવારોનીદિવ્યાંગતાની કેટેગરી મુજબ જનરલની જગ્યા તબદીલ કરવામાં આવે તો આ ભરતી પ્રક્રિયા વધુ સરળ બની શકે તેમ હોવાનું લોકોનું માનવું છે ઉપરાંત મોટાભાગના ઉમેદવારો સમગ્ર શિક્ષાઅભિયાનમાં કરાર આધારિત નોકરી કરે છે અને છેલ્લા ૧૫ વર્ષથી ફરજ બજાવે છે તેવા ૧૦૨૪ જણાનો પણ સમાવેશ થઈ શકે.તેવી ટીમ ગબ્બર ગુજરાત દ્વારા રજુવાત છે જે રજુવાત ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરવા માટે યોગ્ય અધિકારી/વિભાગને અમારી ફરીયાદ મોકલી આપી રજુવાત અન્વયે કરેલી કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર અન્વયે ટીમ ગબ્બર ગુજરાતના સરનામે મોકલી અરજ કરેલ હોવાનુ ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.