નોગલોદ પ્રા.શાળામાં ૨૯૨ જેટલા વિદ્યાર્થીઓ ૩ ઓરડામાં ભણવા મજબૂર - At This Time

નોગલોદ પ્રા.શાળામાં ૨૯૨ જેટલા વિદ્યાર્થીઓ ૩ ઓરડામાં ભણવા મજબૂર


પંચમહાલ

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાની નાગલોદ ગામની પ્રાથમિક શાળામાં હાલ ૨૯૨ જેટલા બાળકો અભ્યાસ કરે છે પણ આ શાળામાં ફક્ત ત્રણ ઓરડાઓ હોવાથી આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમાં બેસીને અભ્યાસ કરે છે.
આજ રોજ મોરવા હડફ આમ આદમી પાર્ટી પ્રમુખ રમણભાઇ બારીઆ તેમજ ગણપતભાઇ બારીઆ તેમજ ગામના નાગરિકોને સાથે રાખી શાળાની મુલાકાત કરી હતી અને શાળામાં વ્યવસ્થા બાબતે જાણકારી મેળવી હતી ત્યારે જાણવા મળ્યું કે હાલ ચોમાસાની ઋતુમાં પણ વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણે છે અને શિક્ષકો ભણાવે છે. જે ઓરડાઓ છે તે પણ સાવ જર્જરિત હાલતમાં છે જો આ શાળાની અંદર કોઈ પણ અઘટિત ઘટના બનશે અને બાળકોને નુકશાન થશે ત્યારે કોણ જવાબદાર ગણાશે ? એ પ્રશ્ન છે.‌ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે ગામમાંથી ફંડ ફાળો ઉઘરાવીને જે ભંડોળ ભેગુ થયું એમાંથી એક ઓરડાનું રેપિરિંગ કરી ને બાળકો ને બેસાડવામાં આવે છે તો અમારે આ સરકાર તેમજ વહીવટી તંત્રને જણાવવાનું કે જો ગામ લોકો ફાળો કરીને શાળાઓ નું રીપેરીંગ કામ કરશે તો નેતાઓ પોતાની ગ્રાન્ટ નો ઉપયોગ ક્યાં કરે છે તે તપાસ નો વિષય બને છે. આ પ્રકારની માહિતી જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને થતાં તેઓએ ભાજપ સરકાર અને ભાજપના નેતાઓના કારણે શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઇ હોવાનું જણાવ્યું છે. નેતાઓને ભ્રષ્ટાચાર કરવા મળે તેવા કામોમાં રસ છે તેમની ગ્રાન્ટ પણ તેવા કામો પાછળ જ ફાળવે છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ નો દુર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં વહીવટીતંત્ર, આયોજન સમિતિ પણ જવાબદાર છે કારણ કે આટલી અસુવિધા હોવા છતાં કોઈ વહિવટી અધિકારીઓ પણ મુલાકાત લેતા નથી અને જાણકારી મેળવતાં નથી તો અધિકારીઓ કયા પ્રકારની કામગીરી કરે છે એ સવાલ સ્વભાવિક થાય છે એમ કહ્યું છે.
નાગલોદ ગામલોકો તરફથી લેખીત તથા મૌખિક રીતે અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે છતાં આ જાડી ચામડીના નેતાઓને ખબર પડતી નથી? મધ્યાહન ભોજન પણ બાળકો વરસતા વરસાદમાં ખુલ્લામાં બેસીને જમે છે જો વહેલી તકે આ શાળામાં જરુરી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ગામલોકો સાથે જિલ્લા કલેકટર સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવશે તેમ તાલુકા પ્રમુખ રમણભાઈ બારીઆ નું કહેવું છે.

રિપોર્ટર વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.