ટ્રમ્પની ચેતવણી:જો હું પ્રમુખ નહીં બનું તો ત્રીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળશ
અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ થયું છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જો તેઓ ચૂંટણી નહીં જીતે તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જશે. પશ્ચિમ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાઈ જશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે તેમણે કહ્યું કે જો તેઓ જીતી જશે તો આ યુદ્ધનો અંત લાવવો ખૂબ જ આસાન થઈ જશે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેઓ જીતે તો જ યુદ્ધનો અંત શક્ય છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના સંભવિત ઉમેદવાર કમલા હેરિસ પર પ્રહાર કરતા કહ્યું કે પશ્ચિમ એશિયાની બાબતોમાં તેઓ અજ્ઞાન છે. અત્યારે આપણે ત્રીજા વિશ્વયુદ્ધની સૌથી નજીક છીએ. બીજા વિશ્વયુદ્ધ પછી આવું ક્યારેય બન્યું નથી. અમે ક્યારેય આટલા નજીક નહોતા. અસમર્થ લોકો દેશ ચલાવી રહ્યા છે. એફબીઆઈ ડાયરેક્ટરે માન્યું ટ્રમ્પને ગોળી વાગી હતી
લગભગ બે અઠવાડિયાં પહેલાં ટ્રમ્પ પર થયેલા હુમલા અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા એફબીઆઈના ડાયરેક્ટર ક્રિસ્ટોફરે પુષ્ટિ કરી છે કે રેલી દરમિયાન તેમને કાન પર ગોળી વાગી હતી.
વાસ્તવમાં ક્રિસ્ટોફરે ગયા સપ્તાહની શરૂઆતમાં હુમલા વિશે કેટલીક અસ્પષ્ટ ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે ટ્રમ્પને ખરેખર ગોળી વાગી હતી કે કેમ તે અંગે અટકળો શરૂ થઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.