રાજકોટ શહેરના આજીડેમ પો.સ્ટે.ના અનડીટેક્ટ મો.સા. ચોરીના ગુન્હાના આરોપીઓને ચોરાયેલ મો.સા. સાથે પકડી પાડી ગુન્હો ડીટેક્ટ કરતી બોટાદ ટ્રાફિક શાખા
બોટાદ ટ્રાફીક શાખા સ્ટાફ દ્વારા બોટાદ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમ્યાન બોટાદ શહે૨ના ઢાંકણીયા રોડ પર આવેલ વિહાવાવ પાસે બોટાદ ટાઉન તરફથી એક નંબર પ્લેટ વગરનું ઠીરોઠોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા આવતા તેને ઉભુ રખાવી અને મો.સા. ચાલકનુ નામઠામ પુછતા પોતે પોતાનું નામ જીતેન્દ્રભાઈ ભરતભાઈ મકવાણા, ઉ.વ.૩૦, રહે. વરીયાદેવીના મંદિર પાસે, ચકલા ગેટ,બોટાદ તા.જી.બોટાદ વાળો હોવાનુ જણાવેલ. જેની પાસે રહેલ મો.સા.ના માલીકીનાં પુરાવા માંગતા, પોતાની પાસે ના હોય આ ઈસમ ગલ્લા તલ્લા કરતો હોય અને સંતોષકારક જવાબ આપતો ન હતો સઘન પુછપરછ કરતા આ મો.સા. બાબતે સંતોષકારક જવાબ નહી આપેલ અને માલીકીપણા અંગેના કોઈ આધાર/પુરાવોએ રજુ કરેલ ન હતા. જેથી સદરહું મો.સા. ચોરાયેલ હોવાનું માલુમ થતા મજકુર ઈસમોને ચોરાયેલ મો.સા.ની કિ.રૂ.૨૫,૦૦૦/- ગણી ભારતીય ન્યાય સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૫(૧)(ઈ) મુજબ આ કામે અટક કરી આગળની ધોરણસર કાર્યવાહી કરી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.