ભારતીય મહિલા કોંગ્રેસ નું ૨૯ જુલાઈ થી રાજધાની દિલ્હી ના જંતરમંતર દેશ વ્યાપી આંદોલન માં ગુજરાત પ્રદેશ થી ૧૫૦ બહેનો જશે - At This Time

ભારતીય મહિલા કોંગ્રેસ નું ૨૯ જુલાઈ થી રાજધાની દિલ્હી ના જંતરમંતર દેશ વ્યાપી આંદોલન માં ગુજરાત પ્રદેશ થી ૧૫૦ બહેનો જશે


ભારતીય મહિલા કોંગ્રેસ નું ૨૯ જુલાઈ થી રાજધાની દિલ્હી ના જંતરમંતર દેશ વ્યાપી આંદોલન માં ગુજરાત પ્રદેશ થી ૧૫૦ બહેનો જશે

અમદાવાદ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા તા.૨૯ જુલાઈ સોમવારના રોજ ભારતની રાજધાની દિલ્હી ના જંતરમંતર ખાતે દેશવ્યાપી આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે. આ આંદોલનમાં ગુજરાત માંથી ૧૫૦ થી વધુ મહિલાઓ દિલ્હી ખાતે આંદોલનનો ભાગ બનવા જઈ રહી છે. આંદોલનની મુખ્ય ત્રણ માંગણીઓ છે. તે અંગે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, પ્રથમ માંગણી રાજકીય ન્યાય અને રાજકીય ભાગીદારી છે. આ રાજકીય ન્યાય અને રાજકીય ભાગીદારી હેઠળ માંગણી એ છે કે ૩૩ ટકા મહિલા અનામતનો કાયદો લાગુ કરો, આજે જ કરો, હમણાં કરો તથા અત્યંત પછાત વર્ગની એસસી, એસટી અને ઓબીસી બહેનોની સાથે તેમનું સ્થાન અને ભાગીદારી સુનિશ્ચિત કરીને મહિલા અનામત કાયદાનો અમલ કરવામાં આવે. હવે જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. સત્ર ચાલી રહ્યું છે, આ અંગે ચર્ચા કરીને અમલ કરો. હરિયાણા, ઝારખંડ, જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, આ રાજ્યોમાં ૨૦૨૪ ના અંત સુધીમાં ચૂંટણી યોજાવાની છે, જેથી આ રાજ્યની મહિલાઓને અનામતનો લાભ મળી શકે.
બીજી માંગણી આર્થીક ન્યાય છે આજે મહિલાઓ વધતી મોંઘવારી અને વધતી બેરોજગારીનો ભોગ બની રહી છે. વધતી જતી મોંઘવારી અને વધતી બેરોજગારીને કારણે ઘણી બહેનો ઘરેલુ હિંસાનો શિકાર બની રહી છે. અમારી માંગ છે કે દેશની અડધી વસતીને મોંઘવારીમાંથી રાહત આપવી જોઇએ. આ બજેટમાં મહિલાઓને મોંઘવારીમાંથી રાહત મળશે તેવી અપેક્ષા હતી, પરંતુ આ બજેટ નિરાશાથી ભરેલું હતું. મહિલાઓ માટે નોકરી કે મોંઘવારીમાંથી રાહતની કોઈ ચર્ચા થઇ નથી. અમારી માંગ છે કે મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજના લાગુ કરવામાં આવે. મહાલટમી યોજનામાં કહેવામાં આવ્યું છે કે મોંઘવારી અને બેરોજગારી સામે લડવા માટે દેશના દરેક ગરીબ પરિવારની એક મહિલાને વાર્ષિક ૧ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દર મહિને લગભગ ૮૫૦૦ રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અમે માંગ કરીએ છીએ કે મહિલાઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે આ આર્થિક મદદ મહાલક્ષ્મી યોજના અંતર્ગત આપવામાં આવે. તેમના ખાતામાં સીધા પૈસા જમા કરીને તેમનું આર્થિક સશક્તિકરણ અને આર્થિક ન્યાય થવો જોઈએ.ત્રીજી માંગણી સામાજિક ન્યાય અને સુરક્ષાનો અધિકાર. ભાજપ સરકારમાં મહિલાઓ પર અત્યાચાર, મહિલાઓ સામેના ગુનાઓ સતત વધી રહ્યા છે અને ગુનેગારોમાં કાયદાનો ડર ઓછો થઈ રહ્યો છે. તાજેતરની ઘટના ગુજરાતના રાજકોટ જીલ્લાના આટકોટ ખાતે ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના બે આરોપીઓ પરેશભાઈ રાદડીયા અને મધુભાઈ ટાઢાણી દ્વારા યુવતિ ઉપર દુષ્કર્મ આયસ્વામાં આવ્યું જે ઘટનામાં પિડિતા યુવતિએ પોતે મીડીયા સમક્ષ આવીને પોતાને ન્યાય મળે તે માટે માંગણી કરી રહી છે કે મારી સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે ત્યારે સરકાર ફક્ત પોકળ દાવા અને ખોટા આશ્વાસન આપે છે. આરોપીની ધરપકડ થવી જોઈએ અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એવી અમારી સરકાર સમક્ષ માંગણી છે. છેલ્લા એક મહિનામાં ટેટ-ટાટ-એલ.આરડી. ની બહેનો જ્યારે પોતાના હક્ક, અધિકાર
અને ન્યાય માટે ગાંધીનગર આવી શાંતિપૂર્ણ ધરણા કરી રહી હતી ત્યારે પોલીસ તેમજ સરકાર દ્વારા જે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું તેમજ તેમને ઘસડી-ઘસડીને અટકાયત કરવામાં આવી તે નિંદનીય તેમજ અમાનવીય છે. લોકશાહીમાં મહિલાઓનો આંદોલન કરવાનો અધિકાર છે. આ ચળવળમાં ઊઠેલા દરેક અવાજને અમે ગાંધીવાદી સત્ય અને અહિંસાના માર્ગે ચાલીને ઉઠાવીશું.મુખ્ય ત્રણ માંગણીઓને લઈને દિલ્હી ખાતે શરૂઆત કરી આ આંદોલન ગુજરાતમાં પણ મહિલા કોંગ્રેસ સંગઠનના માધ્યમથી જિલ્લા સ્તર પર કરવામાં આવશે અને જ્યાં સુધી સરકાર દ્વારા આ માંગણીઓ પરીપૂર્ણ કરવામાં નહિં આવે ત્યાં સુધી મહિલા કોંગ્રેસ ગુજરાતની મહિલાઓ માટે અને સાથે રહી લડત ચલાવશે એવું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું, આ પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિ ના અમદાવાદ શહેરના પ્રમુખશ્રી કામીનીબેન સોનીઅને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મોનાબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.