નીતિ આયોગ માં અનીતિ નું આચરણ પ્રમાણિકતા બહુ મોંઘી હોય છે સસ્તા લોકો પાસે આશા રાખવી નહિ પહેલા વાસ્કો ડી ગામા એ વર્ષો સુધી રાજ કર્યું હવે ટેક્સો ડી ગામા રાજ કરે છે બાળોતિયા થી નનામી સુધી ટેક્ષ ભરતા દેશવાસી ઓનાં ભાગે આવે છે લાચારી
નીતિ આયોગ માં અનીતિ નું આચરણ
પહેલા વાસ્કો ડી ગામા એ વર્ષો સુધી રાજ કર્યું હવે ટેક્સો ડી ગામા રાજ કરે છે
બાળોતિયા થી નનામી સુધી ટેક્ષ ભરતા દેશવાસી ઓનાં ભાગે આવે છે લાચારી
નીતિ આયોગ ની બેઠક માં નિયત નો અભાવ દેશ નાં સાત રાજ્યો મુખ્યમંત્રીઓનો નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર એ કેન્દ્ર સરકારની નિયત નાં કારણે નારાજ કેમ? મોટા ભાગ ના રાજ્યના મુખ્યમંત્રીઓએ નીતિ આયોગે બોલાવેલી બેઠકનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલા નીતિ આયોગની મીટિંગનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું જોકે છેલ્લા સમાચાર મુજબ તેઓ હવે મીટિંગમાં ગયા પણ બોલવા ન દીધા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ આ બહિષ્કારમાં જોડાઈ ગયા કોંગ્રેસ શાસિત કર્ણાટકના સિદ્ધારમૈયા હિમાચલ પ્રદેશના સુખુવિંદર સિંહ અને તેલંગાણાના કે રેવન્ત રેડ્ડીએ કેન્દ્ર પર પક્ષપાતનો આરોપ મૂકીને નીતિઆયોગની બેઠકમાં હાજર નહી રહેવાની જાહેરાત કરી દીધી હતી તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને પણ આ બેઠકમાં ભાગ નહિં લેવાનું નક્કી કર્યું છે કેરળના મુખ્યમંત્રી મીના રાય વિજયને તો પહેલેથી જ નીતિઆયોગની બેઠકથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું નીતિ આયોગને રદ કરો આયોજન પંચ પાછું લાવો તેવી માંગ પ.બંગાળના મુખ્યમંત્રી કરી ચૂક્યા છે
શનિવારે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાય આ બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેપી નડ્ડા છે બેઠકમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દિલ્હી પહોંચી ગયા છે જો કે તેમણે બેઠકના એક દિવસ પહેલાં જ કડક શબ્દોમાં નીતિ આયોગના ખતમ કરવાની વાત કહી હતી મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે નીતિ આયોગને ખતમ કરો અને યોજના આયોગ પરત લાવો.યોજના આયોગ નેતાજી સુભાષચંદ્ર બોઝનો આઈડિયા હતો પણ સવાલ એ છે કે નીતિ આયોગ માં નિયત નો અભાવ એ યોગ્ય નથી દેશ નો દરેક નાગરિક મોટો દેવા દાર બની ને જન્મ લે છે બાળોતિયા થી નનામી સુધી ટેક્ષ ભરત દેશ વાસી ઓ કેટલાય પ્રકાર ના ટેક્ષ એકજ વસ્તુ માં વારંવાર ટેક્ષ ચૂકવે છે બદલા માં મેળવે છે શું ? નાની નાની બાબતે લાચારી કાકલૂદી લાગવગ શાહી જીવન નાં અંતિમ શ્વાસ સુધી ટેક્ષ ચૂકતા દેશવાસી ઓ પ્રાથમિક સુવિધા કાયદો વ્યવસ્થા આરોગ્ય શિક્ષણ અને મૂળભૂત અધિકારો સહેલાઈ મેળવી શકે છે ખરો ? આયોજન પંચ યોજના પંચ કે નીતિ આયોગ ભલે નામો બદલાયા પણ નિયત ન બદલાય જન્મ થી લઈ અવ્વલ મંજિલ સુધી અનેક અનેક પ્રકાર ના ટેક્ષ ભરે છે દેશ નો દરેક નાગરિક તેનો કોઈ ભાવ પૂછે છે ખરા ? તેના માટે કોઈ નક્કર નીતિ ઓનો અમલ થાય છે ખરો ? પ્રજા નાં પૈસા થી જાહોજલાલી ભોગવી પગાર ભથ્થા પેન્શન હાઈ ફાઈ સુવિધા નફ્ફટ નેતા ઓ એ દેશ સેવા જ કરવી હોય તો પગાર પેન્શન નો ત્યાગ કેમ નથી કરતા ? જીવન ભર અનેક પ્રકાર ના ટેક્ષ ચૂકવી દેશ ની ઉન્નતિ માં જીવન અર્પી જનાર વૃદ્ધિ સિનિયર સિટીઝન માટે કોઈ પણ યોજના નો અમલ થાય છે ખરો વડીલો નું ભવિષ્ય સુનિશ્ચિત કરાય છે ખરું ?
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.