નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ - At This Time

નેત્રંગ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં ચાંદીપુરા વાયરસને લઈને બેઠક યોજાઈ


નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામે તાજેતરમાં જ ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ મળી આવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ચાંદીપુરા વાયરસની જાગૃતિ માટે તંત્ર દ્નારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. નેત્રંગ તાલુકાની આરોગ્ય ટીમ દ્વારા વાયરલ એનકેફેકાઇટીસ (ચાંદીપૂરા) રોગ અન્વયે અટકાયતીના ભાગરૂપે આરોગ્યની ટીમ દ્વારા નેત્રંગ તાલુકામાં ઘરોનો સર્વે કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત નેત્રંગ તાલુકા પંચાયત ખાતે ઝઘડિયા પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં નેત્રંગ તાલુકાના સરપંચો, તલાટી કમ મંત્રીઓ સાથે જાગૃતિ માટે એક બેઠક યોજાઈ હતી.

ઝઘડિયા પ્રાંત અધિકારી કે.વી.ગામીત દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જણાવ્યું હતું કે ચાંદીપુરા રોગ કંઈ રીતે ફેલાઈ છે, તેના લક્ષણો શું છે, તેનાથી કેવી રીતે રક્ષણ મેળવી શકાય, તેના સાવચેતીના પગલાં અને ચાંદીપુરાથી બચવા માટેના વિવિધ ઉપાય વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ લોક જાગૃતિ માટે પણ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં નેત્રંગ તાલુકા મામલતદાર રિતેશ કોંકણી, ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગના ઇ.એમ.ઓ ડૉ.નિલેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વશુધાબેન વસાવા, નેત્રંગ તાલુકાનાં સરપંચો અને તલાટી કમ મંત્રીંઓ ઉપસ્થિત રહ્યા હતા.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.