ચાલાક ચીન…:વધુ ભાવો હોવા છતાં તેલ, અનાજ, ધાતુઓની આયાત કરી સંગ્રાહખોરી કરી રહ્યું છે: એક્સપર્ટ ચિંતિત- વૈશ્વિક મોંઘવારી વધશે
અનાજ, કાચું તેલ, તાંબુ, કોબાલ્ટ અને લોખંડમાં શું સમાનતા છે..? કંઇ પણ નહીં... પરંતુ ચીન માટે આ બધી વસ્તુ મહત્ત્વની થઇ ગઇ છે. ગત વર્ષથી ચીને આ વસ્તુની આયાત બહુ વધારી દીધી છે. દરમિયાન જીવનજરૂરી સંસાધનોની આયાતમાં રેકોર્ડ તોડી નાખ્યો છે અને દરેક પ્રકારની વસ્તુમાં આશરે 16 %ની વૃદ્ધિ થઇ છે, જેની હજુ પણ ખરીદી ચાલુ છે. આ વર્ષના શરૂઆતના 5 મહિનામાં 6%ની વૃદ્ધિ જોવા મળી છે. એક્સપર્ટના મતે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા ચીનમાં વપરાશ તો વધી નથી પરંતુ વસ્તુઓ મોંઘી હોવા છતાં પણ આ વસ્તુઓની ખરીદી પાછળ સંગ્રહ કરવાનો ઉદ્દેશ્ય છે. ચીનને ચિંતા છે કે જો ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા તો જરૂરી સપ્લાઇ રૂટને અવરોધી શકે છે. આ તૈયારી યુદ્ધને લઇને છે કે પછી ખાદ્યાન્ય સંકટ માટે તેનો જવાબ મેળવવાની જરૂરિયાત છે. થિન્ક ટેન્ક સેન્ટર ફોર ચાઇના એન્ડ ગ્લોબેલાઇઝેશનના એન્ડી મોક પ્રમાણે આ તૈયારી યુદ્ધને લઇને ઓછી પણ લચીલાપણું અને રણનીતિક સ્થિતિ ઉપર વધારે ફોકસ જોવા મળે છે. મોક કહે છે કે ચીનની ચિંતા સાચી પણ છે, કારણ કે તે વિદેશી સંસાધનો પર નિર્ભર છે. જોકે અહીં ઘણી ધાતુઓનું રિફાઇનિંગ થાય છે. ચીનમાં જરૂરી કાચા તેલના મોટા હિસ્સાની આયાત કરાય છે, જેમાં 70 % બૉક્સાઇટથી લઇને 97 % કોબાલ્ટનો સમાવેશ થાય છે. ઊર્જા જરૂરિયાત માટે નેચરલ ગેસનો 40 % અને કાચા તેલની 70 % આયાત કરવી પડે છે. વર્ષ 2000 સુધી ખાવા માટે અંદાજિત પૂરો સામાન દેશમાં જ પેદા થતો હતો જે આજે 23થી પણ ઓછો થઇ ગયો છે. કૉફી, પામ ઑઈલ અને થોડાં ડેરી ઉત્પાદનો માટે પણ વિદેશ પર નિર્ભરતા છે. વર્ષભરનું અનાજ, તેલ પણ પ્રયાપ્ત માત્રામાં: ચીન પાસે આ સિઝનમાં ઘઉં અને મકાઇના વિશ્વના સ્ટૉકના ક્રમશ: 51 % અને 67 % છે. આમાંથી વર્ષભરની જરૂરિયાત પૂરી થઇ શકે છે. અમેરિકાથી પોતાનું દૂર રહેવાનું પગલું, છબી બચાવવાનો પણ પ્રયાસ
ચીનના સૈન્ય વિસ્તરણ અને તાઈવાન સાથે વધતા તણાવને જોતા જરૂર છે તેના કરતાં વધુ સ્ટોરેજ કરવું એ લાલબત્તી સમાન છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ એનાલિસ્ટ ગેબ્રિયલ કોલિન્સ કહે છે આનાથી કોમોડિટીના ભાવમાં વધારો થવાથી ફુગાવો વધશે. આ સિવાય અમેરિકાથી પોતાને દૂર રાખવાની ચીનની કોશિશ છે. વર્ષની શરૂઆતમાં ચીને જંગી માત્રામાં સોનું ખરીદીને તેણે યુએસ સરકારના દેવામાં તેના હોલ્ડિંગ્સ વેચવાનું શરૂ કર્યું છે. જેથી પશ્ચિમ સાથેના સંઘર્ષના કિસ્સામાં ડોલર પ્રતિબંધ ટાળી શકાય. આ વર્ષે ચીને ઘણી લાંબા હીટવેવનો સામનો કર્યો છે. હાલમાં પૂર સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં પાક પર અસર થશે, આયાત પર નિર્ભરતા વધશે. તેનાથી ચીનની આત્મનિર્ભર ઈમેજને નુકસાન થશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.