ભાસ્કર ખાસ:ક્લાઈમેટ ચેન્જના લીધે એર ટર્બ્યુલન્સની ઘટનામાં વધારો, જો એક ડિગ્રી તાપમાન વધે તો 14% જોખમ, તેના લીધે ફ્લાઈટનાં ભાડાં પણ મોંઘા થશે
જુલાઈની શરૂઆતમાં સ્પેનથી ઉરુગ્વે જતી એર યુરોપની ફ્લાઇટમાં અચાનક એર ટર્બ્યુલન્સને લીધે ડઝનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મેના અંતમાં પણ સિંગાપોર એરલાઈન્સની ફ્લાઈટમાં અચાનક ધ્રુજારીને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઘણા ઘાયલ થયા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં ટર્બ્યુલન્સની ઘટનામાં વધારો થયો છે. ત્યારે સવાલ એ થાય કે આવી ઘટનાઓ શા માટે થાય ? ક્લાઈમેટ એન્ડ એટમૉસ્ફિયરિક પ્રેશર જર્નલમાં પ્રકાશિત સ્ટડીમાં તેના પાછળનું કારણ ક્લાઈમેટ ચેન્જ બતાવાયું છે. તે મુજબ, ક્લાઈમેન્ટ ચેન્જના કારણે 4 મુશ્કેલી સર્જાય છે જેના લીધે એર ટર્બ્યુલન્સની ઘટના વધે છે. વાતાવરણના તાપમાનમાં ફેરફારઃ ક્લાઈમેટ ચેન્જના કારણે વાતવરણમાં નીચલા સ્તરમાં ગરમી વધી જાય છે, જ્યારે ઉપલા સ્તરમાં ઠંડક પ્રસરી જાય છે. જેના કારણે હવાના પ્રવાહમાં અવ્યવસ્થા સર્જાય છે. અભ્યાસ મુજબ, ગરમીમાં પ્રત્યેક એક ડિગ્રી સેલ્સિયસના વધવાથી 9%થી 14% સુધી એર ટર્બ્યુલન્સનું જોખમ વધી શકે છે. જેટ સ્ટ્રીમ્સ અસ્થિર થવુ: આ તેજ પવનનો સાંકડો પટ્ટો છે. જેટ સ્ટ્રીમ્સ સામાન્ય રીતે સ્થિર રહે છે. પરંતુ ક્લાઈમેટ ચેન્જના કારણે તે અસ્થિર બને છે. જેટ સ્ટ્રીમ્સમાં ઝડપી અને ધીમી ગતિએ બેન્ડ બને છે, જેનાથી હવાના પ્રવાહમાં મોટા ફેરફારો થાય છે. આ અસ્થિરતાને કારણે વિમાનને વધુ એર ટર્બ્યુલન્સનો સામનો કરવો પડે છે. એર પ્રેશરમાં ફેરફારઃ ક્લાઈમેટ ચેન્જને કારણે એર પ્રેશરમાં પણ ફેરફાર થાય છે. તેના લીધે હવાના પ્રવાહમાં અવરોધ આવે છે. ખાસ કરીને વધુ ઊંચાઈ પર. આ સ્થિતિ પાઈલટ અને મુસાફરો બંને માટે પડકારરૂપ છે. વાવાઝોડાની વધતી તીવ્રતા: ક્લાઈમેટ ચેન્જના કારણે તોફાનની તીવ્રતા પણ વધી છે. વાસ્તવમાં જ્યારે વિમાનો તોફાનની નજીકથી પસાર થાય છે ત્યારે તેમને ‘કન્વેક્ટિવ ટર્બ્યુલન્સ’નો સામનો કરવો પડે છે. વાવાઝોડાની આ વધતી તીવ્રતાને કારણે ટક્કર મારવાની સંભાવના વધી જાય છે. 1979ની સરખામણીમાં એર ટર્બ્યુલન્સની ઘટના 55% સુધી વધી
તાજેતરના અભ્યાસ મુજબ 1979ની સરખામણીમાં 2020માં એર ટર્બ્યુલન્સની ઘટનાઓમાં 55%નો વધારો થયો છે. રિસર્ચ મુજબ ક્લાઈમેટ ચેન્જના કારણે ફ્લાઈટ્સ લાંબી થઈ રહી છે. આ કારણોસર, ફ્લાઇટ ભવિષ્યમાં વધુ મોંઘી થશે. સંશોધક સ્મિથના જણાવ્યા અનુસાર એરક્રાફ્ટ ઉત્પાદકોએ ડિઝાઇન અને ટેક્નોલોજીમાં સુધારો કરવાની જરૂર છે જેથી તેઓ અશાંતિને વધુ સારી રીતે સહન કરી શકે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.