કેનેડામાં સૌથી વધુ ભારતીયોના મોત:5 વર્ષમાં વિદેશની ધરતી પર 633 લોકોએ જીવ ગુમાવ્યા, વિદેશ મંત્રાલયે સંસદમાં રિપોર્ટ રજૂ કર્યો
વિદેશમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓનો મુદ્દો ભારતીય સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ વિદેશ મંત્રાલયે રજૂ કરેલા આંકડાએ સૌને ચોંકાવી દીધા હતા. માત્ર 5 વર્ષમાં પોતાનું ભવિષ્ય ઘડવા વિદેશ ગયેલા 633 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી 19 એવા હતા જેમને હાર્ટ એટેક આવ્યો હતો, જ્યારે આત્મહત્યાના આંકડા આપવામાં આવ્યા ન હતા. આ પ્રશ્ન સાંસદ કોડીકુન્નીલ સુરેશ દ્વારા વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 5 વર્ષમાં 633 યુવાનોએ વિદેશમાં જીવ ગુમાવ્યા છે. તેમાંથી 19 ભારતીયો એવા હતા જેમણે હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો હતો. સૌથી વધુ મૃત્યુ કેનેડામાં થયા છે, જ્યાં છેલ્લા 5 વર્ષમાં 172 લોકોના મોત થયા છે. જેમાંથી 9 વિદ્યાર્થીઓના હુમલાને કારણે મોત થયા હતા. બીજો ચોંકાવનારો આંકડો અમેરિકાથી આવ્યો છે, જ્યાં આ દરમિયાન 108 યુવાનોએ જીવ ગુમાવ્યા છે. 41 દેશોમાં ભારતીયોએ જીવ ગુમાવ્યા
વિદેશ મંત્રાલયે ડેટામાં 41 દેશોના નામ આપ્યા છે, જ્યાં એક અથવા વધુ વિદ્યાર્થીઓના મોત થયા છે. જેમાં ઓસ્ટ્રેલિયામાં 57, જર્મનીમાં 24, ઇટાલીમાં 18, કિર્ગિસ્તાનમાં 12, રશિયામાં 37, યુક્રેનમાં 18, યુકેમાં 58, જ્યોર્જિયા અને સાયપ્રસમાં 12 અને સાઉદી અરેબિયામાં 18 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 48 વિદ્યાર્થીઓને ભારત મોકલવામાં આવ્યા હતા
અન્ય એક પ્રશ્ન પર વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે છેલ્લા 3 વર્ષમાં 48 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાથી ભારત મોકલવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને શા માટે ભારત મોકલવામાં આવ્યા તે અંગે વિદેશ મંત્રાલય દ્વારા કોઈ કારણ આપવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓને મદદ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી
વિદેશ મંત્રાલયે માહિતી શેર કરી કે વિદેશમાં ભારતીય મિશન પણ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પ્રવાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને MADAD પોર્ટલ પર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. જેથી કરીને તેમની ફરિયાદો અને મુદ્દાઓ સમયસર સાંભળી શકાય અને ઉકેલી શકાય. વિદેશમાં ભારતીય મિશનો વિદ્યાર્થીઓને નિયમિત રીતે જોડાયેલા રહેવા અને તેમને પડતી સમસ્યાઓનો અગ્રતાના ધોરણે જવાબ આપવા પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીઓની ફરિયાદોને ટેલિફોન કોલ્સ, વોક-ઈન્સ, ઈમેઈલ, સોશિયલ મીડિયા, 24x7 ઈમરજન્સી હેલ્પલાઈન, ઓપન હાઉસ અને હેલ્પ પોર્ટલ દ્વારા નજીકના રીયલ-ટાઇમ ધોરણે જવાબ આપવામાં આવે છે. વિદેશમાં ભારતીય વિદ્યાર્થીઓ તરફથી મળેલી કોઈપણ ફરિયાદો સંબંધિત યુનિવર્સિટી અથવા શૈક્ષણિક સંસ્થા અને સ્થાનિક સરકાર સમક્ષ કાર્યવાહી કરવા માટે ઉઠાવવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.