પ્યૂને ગ્લાસમાં થૂંકીને મહિલા જજને પાણી આપ્યું, VIDEO:થૂંક જેહાદના નામે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ, અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી; જાણો સત્ય - At This Time

પ્યૂને ગ્લાસમાં થૂંકીને મહિલા જજને પાણી આપ્યું, VIDEO:થૂંક જેહાદના નામે સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ, અનેક યૂઝર્સે કમેન્ટ્સ કરી; જાણો સત્ય


સોશિયલ મીડિયા પર થૂંક-જેહાદના નામથી એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ પાણીના ગ્લાસમાં થૂંકતો જોવા મળી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો અલીગઢ કોર્ટનો છે, જ્યાં પ્યૂને પાણીના ગ્લાસમાં થૂંકીને જજ મહિલાને પાણી આપ્યું. આ વીડિયોને X પર અનેક વેરિફાઇડ અને નોન વેરિફાઇડ યુઝર્સે સાંપ્રદાયિક રંગ કહીને થૂંક-જેહાદના નામે શેર કર્યો છે. ધ જાટ એસોસિયેશન નામના X હેન્ડલે લખ્યું- અલીગઢથી થૂંક-જેહાદનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. ગ્લાસમાં થૂંકતી આ મુગલ વ્યક્તિ કોઈ અન્ય નહીં, અલીગઢના જજ સાહેબનો સરકારી કર્મચારી છે, જેણે તક મળતાં જ જજ સાહેબના પાણીના ગ્લાસમાં થૂંકી દીધું, જેને જજ સાહેબે સામાન્ય પાણી સમજીને પી લીધું. વીડિયો જેવો ચર્ચામાં આવ્યો કે તરત જ આ સરકારી કર્મચારીને હાંકી કાઢવામાં આવ્યો. હવે વિચારવાની વાત એ છે કે લવ-જેહાદ, થૂંક-જેહાદ જેવી યોજનાઓ સાથે જજ જેવી વ્યક્તિ સુરક્ષિત નથી તો સામાન્ય હિન્દુ અને સૈંકડો કિલોમીટરની યાત્રા કરનાર કાવડયાત્રીઓ શું સુરક્ષિત રહેશે? ( આર્કાઇવ ) વાઇરલ વીડિયોનું સત્ય...
વાઇરલ વીડિયો વિશે સત્ય જાણવા માટે, અમે Google પર તેના સંબંધિત કીવર્ડ્સ સર્ચ કર્યા. તપાસ કરવા પર અમને આ મામલાને લગતા ઘણા મીડિયા રિપોર્ટ્સ મળ્યા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2018નો આ મામલો અલીગઢનો છે, જ્યાં કોર્ટમાં પટાવાળો ગ્લાસમાં થૂંકતો હતો અને મહિલા જજને પીવા માટે પાણી આપતો હતો. જ્યારે મહિલા ન્યાયાધીશને પટાવાળાની ગતિવિધિઓ પર શંકા ગઈ ત્યારે તેણે સિક્રેટ રીતે મોબાઈલ કેમેરા ઓન કરીને ટેબલ પર મૂકી દીધો પટાવાળાનું આ સમગ્ર કૃત્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું. વીડિયો સામે આવ્યા બાદ પટાવાળાને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. એ જ સમયે પટાવાળાના નામનો ઉલ્લેખ વિકાસ ગુપ્તા તરીકે કરવામાં આવ્યો હતો. આ મામલાને લગતા ઘણા અહેવાલો મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. વેબસાઇટ લિંક... એ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયોને લઈને કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે . આ બાબતમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી. જો તમને કોઈપણ માહિતી અંગે કોઈ શંકા હોય તો કૃપા કરીને અમને @fakenewsexpose@dbcorp.in અને WhatsApp- 9201776050 પર ઇમેઇલ કરો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.