થાનગઢ અર્બન હેલ્થ સેન્ટરમાં હાલ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે લોકો પરેશાન - At This Time

થાનગઢ અર્બન હેલ્થ સેન્ટરમાં હાલ પૂરતો સ્ટાફ ન હોવાના કારણે લોકો પરેશાન


ઓપરેટર, મેડીકલ ઓફિસર, લેબ ટેકનિશ્યન હાલમાં નથી.

થાન ગ્રામ્ય વિસ્તારના લોકો આરોગ્ય સેવા માટે તાલુકા સેન્ટરે આવે પણ સ્ટાફના અભાવે ધરમ ધક્કો થતા રોષની લાગણી ફેલાય છે થાન તાલુકો બન્યા પછી પણ આરોગ્ય ક્ષેત્રે મળતી સેવાનો અભાવ જોવા મળે છે થાનગઢ 48,000ની વસ્તી ગ્રામ્ય વિસ્તારના લોકોને આરોગ્ય સેવા માટે અર્બન હેલ્થ સેન્ટર મહત્વનું છે પરંતુ થાન અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફની ભારે અછતથી પરેશાની થાય છે આ અંગે કોંગ્રેસ આગેવાન મંગળુભાઇ ભગત, બાબભાઇ પારઘીએ જણાવ્યું કે થાન અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપરેટર નથી, મેડિકલ ઓફિસર નથી, લેબ ટેકનિશિયન નથી, બીજો 10નો સ્ટાફ જેમાં 5 બહેન અને 5 ભાઈનો સ્ટાફ રાખવામાં આવેલ છે જેમાં એક જ બેન હાજર છે બાકી કોઈ સ્ટાફ છે જ નહીં થાન સિરામિક સેન્ટર હોવાથી મજૂર વર્ગ અહીં વધારે વસવાટ કરે છે ચોમાસાનો ટાઈમ હોવાથી રોગચાળોનું પ્રમાણ થોડુંક વધારે હોય છે લેબર વર્ક સ્ટાફ ન હોવાથી ધરમ ધક્કા ખાવા પડે છે જો ગામડામાંથી લોકો આવે અને એમને ટ્રિટમેન્ટ ન મળે તો કમ સે કમ 150થી 200 રૂપિયા ભાડાનો ખર્ચો થાય છે દૈનિક રોજ પડે એ જૂદું. આમ ટોટલ દૈનિક સ્ટાફ ન હોવાના કારણે લોકોને 600થી 700 રૂપિયાની નુકસાની જાય છે ચોમાસાની અંદર ખરેખર આ તમામ સ્ટાફની જરૂર હોય છે લેબ કરાવવાની હોય તો પૂરતો સ્ટાફ નથી આથી રિપોર્ટ થઈ શકતા નથી આથી લોકોને ન છૂટકે પ્રાઇવેટ દવાખાનાના સહારા લેવા પડે છે થાન તાલુકામાં પીએચસી સેન્ટર 2 જગ્યાએ આવેલા છે જેમાં એક નવા ગામ છે એક મોરથડા નવાગામમાં મેડિકલ ઓફિસર નથી, ફાર્મસી છે એવી જ રીતે મોરથડામાં મેડિકલ અને ફાર્મસી સ્ટાફ છે અત્યારે સરકાર દ્વારા ગામડાઓમાં જેવા કે ઉંડવી, વીજળીયા, ખાખરાથળ, સરોડી, જામવાળી, સારસાણા આ ગામોમાં ઓપીડી ચાલુ છે જેની અંદર દવાઓ સામાન્ય રોગોના તપાસ કરવામાં આવે છે જેથી લોકોને અર્બનમાં જવું ન પડે પણ ગંભીર બીમારી હોય તો અર્બનમાં મોકલવા પડે પણ અત્યારે અર્બન હેલ્થ સેન્ટર બીમાર હાલતમાં છે આમ દરેક જાતની સમસ્યા અત્યારે અર્બન હેલ્થ સેન્ટરમાં છે તેનું નિરાકરણ સરકાર દ્વારા તાત્કાલિક કરવામાં આવે એવી લોકોની માગણી છે આ અંગે તાલુકા ઇન્ચાર્જ ઓફિસર ઉપાધ્યાય ભાઇએ જણાવ્યું કે જિલ્લા કક્ષાએ સ્ટાફ ઘટની જાણ કરાઇ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.