સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનેલા ખેડૂતોએ કલેકટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો.
લાલચ આપી એજન્ટોએ ઓર્ગેનિકના બદલે રાસાણિયક ખાતરનું વેચાણ કર્યું - ખેડૂતો
સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લીકેટ ખાતરનો ભોગ બનનારા ખેડૂતો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જેમાં જિલ્લાના 200થી વધુ ખેડૂતોએ કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો હતો જેમાં ડુપ્લીકેટ ખાતર વપરાશના પગલે લીંબડી, ચુડા અને ચોટીલા તાલુકાના ખેડૂતો ભોગ બન્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ પાંચ પાંચ વખત વાવેતર કર્યા પણ ડુપ્લીકેટ ખાતરના વપરાશના પગલે વાવેતરો નિષ્ફળ નીવડ્યા હતા અને ખેડૂતોની જમીનો બંજર બની ગઈ હતી જેમાં ઝાલાવાડના ખેડૂતોને ચેમ્પિયન એગ્રો અને નર્મદા એગ્રો દ્વારા ડુપ્લીકેટ ખાતર પધરાવી દેવામાં આવ્યું છે ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકો ખાતર બાદ બળી ગયા હતા આથી ખેડૂતોને તાત્કાલિક વળતર ચુકવણી કરી અને એગ્રો સામે ગુનો દાખલ કરવા ખેડૂતોએ માંગ કરી હતી કારણ કે, ડુપ્લીકેટ ખાતરે ખેડૂતોની આર્થિક રીતે કમર તોડી નાખી હતી ચોટીલામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોએ ચોટીલા તાલુકામાં નકલી ખાતર વેચાણ કરતી કંપની વિરુદ્ધ યોગ્ય પગલા લેવા આવેદનપત્ર આપ્યું હતું જેમાં ખેડૂતોનો વિશ્વાસઘાત કરનાર એજન્ટો, કંપની સામે કાયદેસર કાર્યવાહીની માંગ કરી હતી ચોટીલા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ખાતર કંપનીના સેલ્સમેનોએ ખોટી લાલચો આપી ઓર્ગેનિક ખાતરના બદલે રાસાયણિક ખાતરનું વેચાણ કરતા ખેડૂતોને પાકમાં નુકસાન થતા ઊભો પાક બળી જતા ખેડૂતોમાં કંપનીઓ વિરુદ્ધ રોષ જોવા મળ્યો હતો આથી મામલતદાર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના દેવકરણભાઈ જોગરાણા અને અજીતભાઈ ખોરાણી અને હમીરભાઇ ચાવડા તેમજ ચોટીલા તાલુકાના ખેડૂતો મામલતદાર કચેરી ખાતે ખાતર કંપનીએ ખેડૂતોને નુકસાનની ભરપાઈ કરવા માટે તેમજ ખાતરના ડેપો પર ખાતરની સાથે કૃમકો નામની વસ્તુ ખરીદવા ડેપોના સંચાલકો દ્વારા મનમાની કરતા હોય તે બાબતનું ચોટીલા મામલતદાર વી. એમ. પટેલને આવેદનપત્ર આપ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.